ચાવલા દેશનું દુર્ભાગ્ય - જેટલી

નવી દિલ્હી| વાર્તા|

ભારતીય જનતા પાર્ટીએ નવિન ચાવલાને આગામી મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત કરવાની બાબતને દેશનું ર્દુભાગ્ય ગણાવતાં કહ્યું કે, હવે ચાવલા ઉપર નિર્ભર રહે છે કે તેઓ પોતાની જાતને નિષ્પક્ષ કેવી રીતે સાબિત કરે છે.

ભાજપના મહાસચિવ અરૂણ જેટલીએ ચાવલાની નિમણુંક અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, ચાવલા ઉપર પક્ષપાતનો આરોપ લાગી ચુક્યો છે અને વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશ્વર એન ગોપાલસ્વામીએ રાષ્ટ્રપતિને તેમને હટાવવાની માંગ કરી હતી.

તેમણે કહ્યું કે આ પ્રકારની ભલામણને નામંજૂર કરી જેવી રીતે ચાવલાને આગામી ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી કમિશ્નર બનાવવાની જાહેરાત કરવામાં આવી તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. હવે ચાવલા ઉપર નિર્ભર કરે છે કે તેઓ પોતાની જાતને કેવી રીતે નિષ્પક્ષ સાબિત કરે છે.


આ પણ વાંચો :