શુક્રવાર, 14 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 1 માર્ચ 2009 (11:25 IST)

જયરામ બન્યા પક્ષના કોઓર્ડિનેટર

મંત્રી જયરામ રમેશ
કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યાંના એક દિવસ બાદ જયરામ રમેશની કોંગ્રેસે આગામી લોકસભાની ચૂંટણી સંબંધિત પક્ષના કોર્ડીનેટર તરીકે વરણી કરી છે.

ઓલ ઈન્ડિયા કાગ્રેસ સમિટ (એઆઈસીસી)ના મહાસચિવ જનાર્દન દ્રિવેદીએ આજે કહ્યું હતું કે, પક્ષ પ્રમુખ સોનીયા ગાંધીએ તાત્કાલીક અસરથી જયરામ રમેશની ચૂંટણી સંબંધી કોર્ડીનેટર તરીકેની નિમણુંક કરી છે.

ચાલુ સંસદના અંતિમદિને પક્ષ પ્રમુખ સોનીયા ગાંધીએ કહ્યું હતું કે, અમુક મંત્રીઓએ રાજીનામાંની ઓફર કરી સંગઠનમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી છે.