જેટલી હજુ પણ નારાજ

નવી દિલ્હી| ભાષા| Last Modified મંગળવાર, 17 માર્ચ 2009 (17:42 IST)

સુધાંશુ મિત્તલને પાર્ટી પદાધિકારી બનાવવાના મામલે ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહના નિર્ણયથી નારાજ થયેલા અરૂણ જેટલીએ આજે પણ પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

રાજનાથસિંહની અધ્યક્ષતામાં અહીં ભાજપના મુખ્યાલય ખાતે શરૂ થયેલી બેઠકમાં લાલકૃષ્ણ અડવાણી, વેંકૈયા નાયડું, સુષમા સ્વરાજ, ગોપીનાથ મુંડે અને બાલ આમ્ટે સહિત વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા પરંતુ અધ્યક્ષના નિર્ણય સામે પોતાની નારાજગી વ્યક્ત કરવા માટે જેટલી આવ્યા ન હતા.

આ અગાઉ 13મી માર્ચે થયેલી બેઠકમાં પણ જેટલી હાજર રહ્યા ન હતા. વિવાદાસ્પદ વ્યાપારી સુધાંશુ મિત્તલને પૂર્વોત્તરના સહસંયોજક બનાવવામાં આવતાં જેટલીએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.


આ પણ વાંચો :