તેજપાલ કોર્ટમાં કરગર્યા, જે ચાહો તે કરાવી લો પણ જામીન પર છોડી દો

વેબ દુનિયા| Last Modified શનિવાર, 30 નવેમ્બર 2013 (12:14 IST)

P.R
તહલકાના પૂર્વ સંપાદક તરુણ તેજપાલની ધરપકડનુ કાઉંટડાઉન શરૂ થઈ ગયુ છે. હવે પણજીના સેશંસ કોર્ટમાં જ હાજર છે, જ્યા તેમની અગ્રિમ પર સુનાવણી ચાલી રહી છે. સુનાવણી પુરી થયા બાદ નક્કી થઈ જશે કે તેજપાલનું શુ થશે.

પાસપોર્ટ એફડી પણ સોંપવા તૈયાર

તેજપાલના વકીલે કોર્ટૅને કહ્યુ કે તેજપાલ પોતાનો પાસપોર્ટ, જમીનના કાગળ, એફડી વગેરે બધુ જ જમા કરાવવા તૈયાર છે. તેઓ ગોવામાં જ રહેવા પણ તૈયાર છે, બસ તેમને જામીન પર છોડી દેવામાં આવે.

કોર્ટમાં દલીલો ચાલુ...
તરુણ તેજપાલના વકીલે કોર્ટમાં દલીલ આપી કે તેમના મુવક્કિલ તપાસમાં પૂર્ણ સહયોગ કરી રહ્યા છે, તેથી તેમની કસ્ટડી જરૂરી નથી. માહિતી મુજબ જજે તેજપાલના વકીલને ગુસ્સામાં કહ્યુ કે તેઓ દિવસના 11 વાગ્યા સુધી પોતાની દલીલો કોર્ટ સામે મુકે.

ક્રાઈમ બ્રાંચમાં હાજરી લગાવી

આ પહેલા તરુણ તેજપાલ શનિવાર સવારે ફરી ક્રાઈમ બ્રાંચના ઓફિસમાં પહોંચ્યા હતા. તેજપાલની સાથે વકીલોની તેમની ટીમ પણ હાજર હતી. તેજપાલ ત્યા લગભગ 10 મિનિટ સુધી રહ્યા. આ દરમિયાન તેમણે કહ્યુ કે તપાસમાં પૂરી સહયોગ કરવા તૈયાર છે. તેમણે કહ્યુ કે મને કોર્ટ જવાની જરૂર નથી.
આજે તેજપાલની થઈ શકે છે

બળાત્કારના આરોપી તરુણ તેજપાલની ધરપકડમાં હવે વધુ સમય નથી. કોર્ટના ઈશારો થતા જ ગોવા પોલીસ તેજપાલની ધરપકડ કરી લેશે. જો કે શુક્રવારે કોર્ટે જે રીતે તેજપાલના વકીલોને લતાડ લગાવી તેનાથી હવે તેજપાલને વધુ રાહત મળવાની આશા ઓછી જ દેખાય રહી છે.
તેજપાલ પર લાગેલ આરોપ ખૂબ જ ગંભીર છે. તેજપાલ પર એક મહિલા પત્રકારે રેપનો આરોપ લગાવ્યો છે તેથી આશા ઓછી જ છે કે કોર્ટ હવે તેને વધુ રાહત આપે. માહિતગારોનું માનીએ તો ક્રાઈમ બ્રાંચની અઢી કલાકની પૂછપરછને તેજપાલના વકીલોની ટીમ જામીનનો આધાર બનાવી શકે છે.

અઢી કલાકની પૂછપરછ પછી ગોવા પોલીસે તેજપાલને જવા તો દીધા, પણ તેમના માથે ધરપકડની તલવાર હજુ સુધી લટકી રહી છે. તેજપાલની કોર્ટના નિર્ણય પછી ધરપકડ થઈ શકે છે.


આ પણ વાંચો :