દાઉદ ઈબ્રાહીમના દિલનુ ઓપરેશન

મુંબઈ | ભાષા| Last Modified શુક્રવાર, 22 ઑક્ટોબર 2010 (12:09 IST)

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના દિલનુ ઓપરેશન થયુ છે. આ ઓપરેશન બ્લડ ક્લાટ કાઢવા માટે કરવામાં આવ્યુ છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચના એક સીનિયર અધિકારીએ કેટલાક પત્રકરો સાથે આ વાતની ખાતરી કરી છે.

દાઉદ ઈબ્રાહીમનુ આ ઓપરેશન કેટલાક દિવસો પહેલા કરાંચીના એક હોસ્પિટલમાં થયુ. મુંબઈ પોલીસના એક અધિકારીની વાત માનીએ તો દાઉદ ઈબ્રાહીમે આ પહેલા છોટા શકીલને હોસ્પિટલમાં બોલીવીને સોગંધ અપાવી કે જો તેને કંઈ પણ થયુ તો તેના ભાઈઓની સાથે કોઈ દુશ્મની નહી કાઢે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે છોટા શકીલને દાઉદના ભાઈ અનીસ સાથે અર્સ સાથે ખટપટ ચલી રહી છે.

અનીસને કારણે દાઉદ સાથે છોટા શકીલના સંબંધોમાં ખટાશ આવી છે.


આ પણ વાંચો :