દિલ્હીમાં વધુ એક ગેંગરેપ - નોકરીને બહાને ચાલતી કારમાં કર્યો રેપ

કલ્યાણી દેશમુખ| Last Modified સોમવાર, 27 જાન્યુઆરી 2014 (10:29 IST)

P.R
દિલ્હીમાં મહિલાઓની સુરક્ષા પર પ્રશ્ન હજુ કાયમ છે. ચાલતી કારમાં પરણેલી મહિલા સાથે રેપનો મામલો સામે આવ્યો છે.

પીડિત મહિલાએ જણાવ્યુ કે રવિવારે સાંજે તેના એક મિત્રએ તેને નોકરી અપાવવાને બહાને ચાલતી કારમા તેની સાથે રેપ કર્યો. મેડિકલ તપાસમાં રેપની પુષ્ટિ થયા બાદ પોલીસ આરોપીની શોધ કરી રહી છે.

પોલીસના કહેવા મુજબ, 28 વર્ષીય પીડિત મહિલા રવિવારે સાંજે સ્ટેંડ પર રડતી જોવા મળી. ત્યાથી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. તેણે જણાવ્યુ કે તેના મિત્રએ તેના બે મિત્રો સાથે મળીને ચાલતી કારમાં બળાત્કાર કર્યો. તેણે જણાવ્યુ કે તેણે દુષ્કર્મનો વિરોધ કર્યો તો તેની સાથે મારપીટ કરવામાં આવી. પોલીસે આરોપી વિરુદ્ધ રેપ અને મારપીટનો કેસ નોંધી લીધો છે.


આ પણ વાંચો :