દિલ્હી પોલીસને હાઇકોર્ટની નોટિસ

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 30 જાન્યુઆરી 2009 (21:14 IST)

દિલ્હી હાઇકોર્ટે દિલ્હી સિરિયલ બ્લાસ્ટમાં સંડોવાયેલા શકમંદ ત્રાસવાદીની જામીન અરજી પર આજે સિટી પોલીસને નોટિસ ફટકારી છે. દિલ્હી સિરિયલ બ્લાસ્ટમાં કથિત રીતે સંડોવાયેલો શકમંદ આગામી મહિને યોજાનાર એનબીએની પરીક્ષામાં બેસવાની ઈચ્છા રાખે છે. આ શખ્સ દ્વારા અપીલ કરવામાં આવી હતી. 20મી સપ્ટેમ્બર 2008ના દિવસે ધરપકડ કરવામાં આવ્યા બાદથી શાકીબ નિસાર કસ્ટડીમાં છે.

નિસારે એવી દલીલ કરી છે કે એમબીએ ત્રીજા સેમીસ્ટરની પરીક્ષામાં બેસવા માટે તેને જામીન આપવામાં આવે. પરીક્ષા દિલ્હીમાં 7મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં લેવી જોઇએ નહીં કારણ કે કોઇ આરોપ સાબિત થયા નથી.

બીજી બાજુ જસ્ટિસ રેવા ખેતરપાલે શાકીદ સિક્કીમ મનીપાલ યુનિર્વિસટીનો વિદ્યાર્થી છે કે કેમ તેની ખાતરી કરવા તથા આ અંગે આગામી 4થી ફેબ્રુઆરી સુધી જવાબ આપવા દિલ્હી પોલીસને સૂચના આપવામાં આવી છે. 4થીએ આ મામલાની વધુ સુનાવણી હાથ ધરાશે.


આ પણ વાંચો :