ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 18 માર્ચ 2009 (12:38 IST)

દિલ્હી ભાજપ ઉપાધ્યક્ષનું રાજીનામુ

ભારતીય જનતા પાર્ટીની દિલ્હી વિભાગના ઉપાધ્યાક્ષ અનિલ ઝાએ પાર્ટીના પૂર્વાચલના લોકોની કરાતી અવગણનાને પગલે નારાજ થઇ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.

દિલ્હી ભાજપના સુત્રોના જણાવ્યા મુજબ પાર્ટીમાં પૂર્વાચલના લોકોની અવગણના કરવામાં આવી રહી છે. જેનાથી નારાજ થઇ તેમણે રાજીનામું આપ્યું છે. ગઇકાલે સાંજે પાર્ટીના મુખ્યાલય ખાતે આયોજિત એક બેઠકમાં અચાનક તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું.

પ્રદેશ અધ્યક્ષ ઓપી કોહલીએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને આશ્વાસન આપ્યું હતું કે તેમની ચિંતાઓથી પાર્ટીના હાઇ કમાન્ડને જાણ કરાશે જોકે આની તેમની ઉપર કોઇ અસર થઇ ન હતી અને તેમણે પોતાનું રાજીનામું આપી દીધું હતું.