નરેન્દ્ર મોદીને મંદિરોમાં ન જવાની ભલામણ

વારાણસી| વેબ દુનિયા|
PIB

. મંદિરના શહેર વારાણસીમાં આવતીકાલે પોતાની 'વિજય શંખનાદ રેલી' કરવા જઈ રહેલ પ્રધાનમંત્રી પદના ભાજપાના ઉમેદવાર નરેંન્દ્ર મોદીને સ્થાનીક સરકારે રેલીવાળા દિવસે જ વિશ્વનાથ મંદિર અને સંકટમોચન મંદિરમાં દર્શન માટે ન જવાની ભલામણ કરી છે.

જીલ્લાધિકારી પ્રાંજલ યાદવે આજે અહી જણાવ્યુ કે તેમણે મોદીને ચિઠ્ઠી લખીને આ વિશે આગ્રહ કર્યો કે પત્રમાં કહેવામાં આવ્યુ છે કે આવતીકાલની રેલીમાં લગભગ ત્રણ લાખ લોકોની ભીડ જોડાય એવો અંદાજ છે અને આવતીકાલે જ જુમ્માની નમાજ પણ છે. આવા સમયે મોદી આવતીકાલે સંકટમોચન મંદિર અને વિશ્વનાથ મંદિરમાં દર્શન ન કરે. કારણ કે આ માટે પૂરતી વ્યવસ્થા કરવી ખૂબ જ મુશ્કેલ રહેશે. જો કે તેમણે કહ્યુ કે તેઓ કોઈપણ વ્યક્તિને મંદિરમાં દર્શન માટે અજ્તા નથી રોકી શકતા.
જો મોદી કોઈપણ સંજોગોમાં દર્શન કરવા માંગશે તો તેમને રોકી શકાશે નહી. પણ સુરક્ષા વ્યવસ્થાના હિસાબે સારુ રહેશે કે તેઓ રેલીવાળા દિવસે દર્શન ન કરે. અત્રે એ ઉલ્લેખનીય છે કે મોદી શુક્રવારે વારાણસીના ખુજરી ગામમાં વિજય શંખનાદ રેલી કરશે. શુક્રવારે જ તેમના સંકટમોચન મંદિર અને વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવાનો પણ કાર્યક્રમ પ્રસ્તાવિત છે.


આ પણ વાંચો :