1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 19 મે 2014 (14:13 IST)

નીતિશનું રાજીનામું યોગ્ય,દેશ અને પાર્ટીમાં હિતમાં છે નિર્ણય : શરદ યાદવ

નીતિશનું રાજીનામું યોગ્ય,દેશ અને પાર્ટીમાં હિતમાં છે નિર્ણય : શરદ યાદવ

લોકસભા ચૂંટણી પરિણામ બાદ જેડીયુમાં મચેલી રાજકીય ઉથલપાથલ સમે તેમ જણાતું  નથી. લોક્સભા ચૂંટણીમાં બિહારમાં જેડીયૂ બે બેઠકમાં સમેટાઈ જતાં નીતિશ કુમારે  જવાબદારેનો સ્વીકાર કરતાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું રાજ્યપાલને આપી દીધું. આ  નિર્ણયને લઈને નીતિશ સમર્થકો રાજીનામું પરત લે તેમ ઈચ્છી રહ્યાં છે તો પાર્ટીના  અધ્યક્ષ શરદ યાદવ આ રાજીનામાને યોગ્ય ઠેરવી રહ્યાં છે.  જોકે આજે બે વાગ્યે ધારાસભ્યોની બેઠક થવા જઈ રહી છે. જેમાં નીતિશ કુમાર  પોતાનો અંતિમ નિર્ણય જણાવશે. આ બેઠક આજે યોજાત તે પહેલા જ શરદ યાદવે   કહ્યું કે નીતિશ કુમારે રાજીનામું આપ્યું તે દેશ,પાર્ટી અને નીતિશ કુમારના હિતમાં છે.   આ કઠણ નિર્ણય છે પરંતુ અંતિઅમ અને યોગ્ય છે.  શરદ યાદવના આ નિવેદન બાદ હવે ઉઠી રહ્યો છે કે હવે બિહારમાં જેડીયુ સરકારની કમાન સંભાળશે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જેડીયુના અધ્યક્ષ પદેથી શરદ  યાદવને હટાવી શકાય છે અને તેની જગ્યાએ નીતિશ કુમાર કમાન સંભાળી શકે છે.  તેવી પરિસ્થિતિમાં બિહારમાં જેડીયુ સરકારનો નેવો ચેહરો કોણ હશે તે ચર્ચાએ જોર  પકડયું છે.