પ્રધાનમંત્રીને રજા ના અપાઇ

પીએમ હજુ ડોક્ટરોની રાહબરીમાં

PTI

પ્રધાનમંત્રી મનમોહનસિંહને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એમ્સથી આજે રજા આપવામાં આવી નથી અને ડોક્ટરોએ હજુ તેમને પોતાની રાહબરીમાં રાખવાનો નિર્ણય લીધો છે.

પ્રધાનમંત્રીની સારવાર કરી રહેલા ડોક્ટરો પૈકી એક વિજય ડી સિલ્વાએ કહ્યું કે પ્રધાનમંત્રીને આજે રજા આપવામાં આવી નથી. કારણ કે ડોક્ટરોએ પોતાની રાહબરીમાં રાખવા નિર્ણય કર્યો હતો.

નવી દિલ્હી| વાર્તા|
ડોક્ટર ડી સિલ્વાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના આરોગ્યમાં સુધાર આવી રહ્યો છે અને એનાથી ડોક્ટર સંતૃષ્ટ છે. પ્રધાનમંત્રીએ આજે સવારે ડોક્ટરોની રાહબરીમાં ફિજીયોથેરાપી કરાવી હતી. ડોક્ટરોએ તેમના વ્યાયામ કરવાના સમયમાં વધારો કર્યો છે.


આ પણ વાંચો :