બિહારમાં 7 સીટો માટે 12 વર્ષ પછી મોદીના થયા પાસવાન

પટના| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2014 (11:17 IST)

.
P.R
રામવિલાસ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટીનો ભાજપા સાથે ગઠબંધન થઈ ગયુ. આખા દિવસની ચર્ચા પછી ગુરૂવારે રાત્રે દસ વાગ્યે ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહના ઘરે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ. બિહારમાં બંને દળોની વચ્ચે સીટોની વહંચણી પણ થઈ ગઈ છે. લોજપાને સાત સીટો આપવામાં આવી છે. ભાજપા બિહારમાં બાકી 30 સીટો પર પોતાના ઉમેદવાર ઉતારશે. ત્રણ સીટો ઉપેન્દ્ર કુશવાહના દળ રાલોસપાને આપવામાં આવી છે.

12 વર્ષ પહેલા મોદી વિરોધને આધાર બનાવીને જ રામવિલાસ રાજગથી અલગ થયા હતા. પણ ફરીથી ગઠબંધનમાં જોડાયા પછી પાસવાને કહ્યુ, અમે પહેલા પણ રાજગમાં હતા. ત્યારે 18 દળ જોડાયા હતા. અનેક લોકો વચ્ચેથી નીકળી ગયા. પણ ખુશીની વાત છે કે હવે ફરી લોકો આવવા લાગ્યા છે. આ વખતે મોદીને પ્રધાનમંત્રી બનાવીશુ.

આ પહેલા સવારે ભાજપા નેતા રવિશંકર પ્રસાદ, રાજીવ પ્રતાપ રુડી અને શાહનવાજ હુસૈન લોજપા નેતા રામવિલાસના ઘરે પહોંચ્યા. આખો કલાકની વાતચીત પછી રવિશંકર પ્રસાદે કહ્યુ. 'સારી વાતચીત થઈ. અમે મીઠાઈ ખાધી. પણ ગઠબંધનની જાહેરાત નથી થઈ શકી. સીટોની વહેંચણી રોડા બનાવી રહ્યુ છે. આ વાતચીતમાં બંને દળોને 10 કલાક વધુ લાગ્યા. છેવટે રાત્રે દસ વાગ્યે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી.
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અશોક ચૌધરી અને પ્રવક્તા પ્રેમચંદ મિશ્રાએ કહ્યુ છે કે ભારતીય જનતા પાર્ટીથી ગઠબંધન કરી રામવિલાસ પાસવાને અવસાદવાદિતાની પરાકાષ્ઠાને પ્રકટ કરવાનુ કામ કર્યુ છે. પાસવાને સેક્યુલર પોલિટિક્સને દગો આપ્યો છે. તેમણે પોતાની ફેમિલી મેંબર્સ અને બાહુબલી સમર્થકોના હિત માટે સિદ્ધાંતોને તિલાંજલિ આપી દીધી છે.
બે જુદી ધારાઓ પર વિશ્વાસ કરનારાઓનું ગઠબંધન થયુ છે. રામવિલાસ રાજનીતિના સારા કલાકાર છે. આ ગઠબંધનથી રાજ્યની જનતાને કોઈ લેવડ દેવડ નથી. આ ગઠબંધનથી બિહારની રાજનીતિ પર કોઈ ફરક પણ પડવાનો નથી.


આ પણ વાંચો :