1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ટોકિયો , સોમવાર, 1 સપ્ટેમ્બર 2014 (10:47 IST)

ભારત-જાપાન મળીને 21મી સદીનું ભવિષ્ય નક્કી કરશે - પીએમ મોદી

જાપાનના પ્રવાસ પર પહોંચેલ પીએમ મોદીએ ટોકિયોમાં વેપારીઓના સંમેલનમાં જાપાન અને ભારતના સંબંધોને મજબૂત બનાવવાની વાત કરી. પીએમે કહ્યુ કે ભારત અને જાપાનના સંબંધો ખૂબ જૂના છે. તેમણે કહ્યુ કે જાપાન પાસેથી તેમણે ઘણુ શીખ્યુ છે. મોદીએ કહ્યુ કે પહેલા તેઓ ગુજરાતના સીએમના રૂપમાં જાપાન આવ્યા હતા અને હવે ભારતના પીએમના રૂપમાં અહી આવ્યા છે.  
 
પીએમ મોદીએ કહ્યુ કે દેશની બાગડોર સાચવવાની  સાથે જ તેમણે જાપાનની કાર્યશૈલી પીએમઓમાં લાગૂ કરી. 100 દિવસની સરકારની ઉપલબ્ધિયોને ગણાવતા તેમણે કહ્યુ કે તેમની પ્રાથમિકતા ગુડ ગવર્નેસ છે. બંને દેશો વચ્ચે વેપારી સંબંધોને વધારવાનો  ઉલ્લેખ કરતા પીએમે કહ્યુ કે એક ગુજરાતી હોવાના નાતે વ્યવસાય અને પૈસા તેમના લોહીમાં છે.  
 
બંને દેશો વચ્ચે દરેક ક્ષેત્રમાં સહયોગની વકાલાત કરતા પીએમે કહ્યુ કે 21મી સદી એશિયાની સદી છે અને તેમનુ ભવિષ્ય ભારત અને જાપાન જ મળીને નક્કી કરશે. પીએમે ઉર્જા, પર્યાવરણ, રિસર્ચના ક્ષેત્રમાં જાપાન તરફથી સહયોગની અપીલ કરી. મોદીએ કહ્યુ કે વિસ્તારવાદ નહી વિકાસવાદની સાથે બંને દેશ આગળ વધશે. 
 
આજે દ્વિપક્ષીય સુરક્ષા અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન  આપવા માટે પીએમની જાપાનાના પ્રધાનમંત્રી શિંજો અબે સાથે વાર્તા થશે આજે જ અનેક સમજૂતી પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે. બંને પ્રધાનમંત્રી એક સંયુક્ત પ્રેસ કૉન્ફ્રેંસ પણ કરશે. ટોકિયોમાં અકાસકા મહેલમાં મોદીના સન્માનમા એક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે.  
 
મોદી જાપાનમાં અનેક મંત્રીઓ સાથે પણ મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યા પછી મોદીના સન્માનમાં મહાભોજનુ આયોજન કરવામાં આવશે. મોદીએ જાપાનના વિદેશ મંત્રી ફુમિયો કિશિદા અને વાણિજ્ય મંત્રી મોતેગી સાથે પણ મુલાકાત કરી.  


 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.