ભારત બંધથી બંગાળને 500 કરોડનું નુકસાન

કોલકાતા | ભાષા| Last Modified મંગળવાર, 27 એપ્રિલ 2010 (17:44 IST)

પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ઼ ડાબેરી પક્ષોના 12 કલાકના બંધથી આશરે 500 કરોડ રૂપિયાના નુકસાન થયા હોવાના સમાચાર છે. ઉત્પાદનના મામલામાં 61-62 ટકા સુધી નુકસાનનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

ઇંડિયન ચૈંબર ઑફ કોમર્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ પી જયંત રાવે કહ્યું કે, એક અનુમાન અનુસાર 12 કલાકના બંધથી સકલ રાજ્ય ઘરેલૂ ઉત્પાદનમાં આશરે 496 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

તેણે કહ્યું કે, બંધથી સકલ રાજ્ય ઘરેલૂ ઉત્પાદનમાં 0.21 ટકા અને શુદ્ધ રાજ્ય ઘરેલૂ ઉત્પાદનમાં 02 ટકાનું નુકસાન થાય છે. આ ઉપરાંત ગૈર-આર્થિક નુકસાનનું અનુમાન લગાડવામાં આવી શક્યું નથી. આ નુકસાનોમાં રોકાણકારોમાં રાજ્ય પ્રત્યે ધારણા, ઔદ્યોગિક માહોલને નુકસાન, સામાજિક-રાજનીતિક અશાંતિ વગેરે શામેલ છે.
ઉલ્લેખનીય છે કે, મોંઘવારીના મુદ્દા પર ભારત બંધનું આહ્વાન ડાબેરી પક્ષો, બીજૂ જનતા દળ, સમાજવાદી પાર્ટી, લોક જનશક્તિ પાર્ટી સહિત 13 પાર્ટીઓએ કહ્યું છે. તેમાં યુપીએ અને રાજગના સહયોગી પક્ષો શામેલ નથી.


આ પણ વાંચો :