ભુલ્લરની ફાંસીની સજા ઉમ્રકેદમાં બદલાઈ

નવી દિલ્હી :| વેબ દુનિયા| Last Modified સોમવાર, 31 માર્ચ 2014 (13:04 IST)

PTI
આતંકવાદી દેવેન્દ્ર પાલ સિંહ ભુલ્લરની ફાંસીની સજાને ઉમરકેદમાં બદલી કરી દેવામાં આવી છે. 1993માં બોમ્બ વિસ્ફોટમાં આરોપી ગણાવવામાં આવી ચૂકેલા ભુલ્લરને ફાંસીની સજાને સુપ્રીમ કોર્ટમાં ઉમરકેદમાં બદલી છે. ભુલ્લરના તરફથી આપવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આ નિર્ણય સંભળાવ્યો છે. જો કે, ભુલ્લરની માનસિક હાલતનો હવાલો આપતા આ અરજી આપવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ગુરૂવારે માહિતી આપી હતી કે ખાલિસ્તાની આતંકવાદી દેવિન્દર પાલ સિંહ ભુલ્લરની મોતની સજાને ઉમરકેદમાં બદલી કરવાની બાબતે કોઈ મુશ્કેલી નથી અને દયા અરજીઓને નિકાલ કરવાને માટે મોડું કરવાની વાતે સજાને ઉમરકેદમાં બદલી કરવાને માટે ટોચની કોર્ટની વ્યવસ્થાના આલોકમાં તેમની મંજૂરની કરવાની છે.

મુખ્ય ન્યાયાધીશ પી સદાશિવમની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની પીઠ સમક્ષ એટર્ની જનરલ ગુલામ વાહનવતીએ કહ્યું, આ એક એવો મામલો છે જેમાં અનુમતિ આપવામાં આવશે કેમકે આરોપીની દયા અરજીનો નિકાલ કરવા આઠ વર્ષથી વિલંબ કરવામા આવ્યો હતો. ન્યાયાધીશોએ કહ્યું હતું કે આ કેસમાં હવે આજે ટૂંકાણમાં આદેશ આપવામાં આવશે.
એર્ટની જનરલે કહ્યું કે તેઓ આ બાબતમાં તેઓ નિવેદન આપી રહ્યા છે કેમકે 21 જાન્યુઆરીએ નિર્ણય પર પુનઃવિચારને માટે કેન્દ્ર સરકારની અરજી ફગાવવામાં આવી ચૂકી છે.ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2001માં નિચલી અદાલતે ભુલ્લરન ફાંસીની સજા સંભળાવી અને પછી હાઈકોર્ટે આની પર મ્હોર લગાવી દીધી. 26મી માર્ચ 2002 સુપ્રીમ કોર્ટે ભુલ્લરની અરજી ફગાવી દીધી હતી. ભુલ્લરે 2003માં દયા અરજીને 2011માં તે દયા અરજીની ફગાવી દીધી હતી. આ પહેલા સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીના હત્યારાઓની ફાંસીની સદાને પણ વિલંબ કર્યો હોવાનો હવાલો આપતા ઉમરકેદમાં બદલી કરવામાં આવી હતી.


આ પણ વાંચો :