મુંબઈ કમિશ્નર સત્યપાલસિંહનુ રાજીનામુ

નવી દિલ્હી. | વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 31 જાન્યુઆરી 2014 (11:19 IST)

P.R
મુંબઈની પોલીસ કમિશ્નર સત્યપાલસિંહે રાજીનામુ આપ્યુ છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર. આર પાટીલને રાજીનામુ આપ્યુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ તે બીજેપી અથવા આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. તેઓ આ બંને પાર્ટીમાંથી કોઈ પણ ટીકીટ પર લોકસભાની ચૂંટણી લડી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બીજેપી તરફથી સત્યપાલને પાર્ટીમાં જોડાવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. બીજેપીના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી અને અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે સત્યપાલની અનેક બેઠક થયેલી છે. પોલીસ પ્રમુખ સત્યપાલના પ્રમોશનમાં મોડુ કરવાના મામલે મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર. આર. પાટીલ અનેક રાજકીય પક્ષના નિશાના પર આવ્યા હતા.


આ પણ વાંચો :