મુલાયમની ઘરે મા-બહેન છે કે નહી - રાજ ઠાકરે

raj thackeray
Last Modified શુક્રવાર, 11 એપ્રિલ 2014 (11:43 IST)


નાસિકમાં ગુરૂવારે રાજ ઠાકરી પોતાના ઉમેદવાર માટે રેલી કરી. રેલી દરમિયાન તેમણે સમાજવાદી પાર્ટીના મુખિયા યાદવને તેમના બળાત્કારવાળા નિવેદનને લઈને તીખી આલોચના કરી. રાજ ઠાકરે એ કહ્યુ કે તેમના ઘરે મા બહેન છે કે નહી.
રાજ ઠાકરે એ રેલીમાં કહ્યુ, 'મુલાયમ સિંહના નિવેદન પર શરમ આવી રહી છે. આપણા દેશમાં આવા નેતા પેદા થયા છે જે ભરી સભામાં આ પ્રકારની વાત કરે છે. તેમના ઘરે મા બહેન છે કે નહી. મુંબઈમાં 3-4 હરામખોરોએ કર્યો, એ યુવતી અને તેના પરિવારના લોકો પર શુ વીતી રહી હશે.'

તેમણે કહ્યુ, 'રેપિસ્ટને સજા આપવાને બદલે મુલાયમ સિંહ જેવા નેતા તેમને બચાવવાની વાત કરી રહ્યા છે. કહે છે કે ફાંસી અપવાની જરૂર નથી. બાળકોથી ભૂલ થઈ જાય છે. તેમણે મુલાયમેન ઘેરતા એ પણ કહ્યુ કે આ સરકાર બન્યા બાદ બળાત્કારના કાયદામાં ફેરફારની વાત કરી રહ્યા છે. આવા નેતા કાયદામાં શુ ફેરફાર કરશે.

તેમણે રેલીમાં નરેન્દ્ર મોદીને સપોર્ટ કરવાની વાતને લઈને કહ્યુ કે 'મેં મોદીને સપોર્ટ કરુ છુ કારણ કે મે તેમનુ કામ જોયુ છે.'

અત્રે એ ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના મુખિયા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે એક જનસભાને સંબોધિત કરતા કહ્ય કે બધી બાબતોમાં રેપ પર ફાંસી આપવી સંપૂર્ણ રીતે ખોટી વાત છે. છોકરાઓથી આવી ભૂલ થઈ જાય છે તો તેમને સીધે સીધી ફાંસી આપવી યોગ્ય નથી. તેમણે કહ્યુ કે મુંબઈમાં ત્રણ યુવકોને ફાંસીની સજા
આપવામાં આવી જે ન થવી જોઈએ.


આ પણ વાંચો :