મોદી વિશે આપત્તિજનક MMS કરવાના આરોપમાં AAP કાર્યકર્તાની ધરપકડ

aam aadmi party
નવી દિલ્હી| Last Modified સોમવાર, 26 મે 2014 (13:06 IST)
. દેશના ભાવિ પ્રધનમંત્રી નરેન્દ્ર કરવાના આરોપમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાની પોલીસે ધરપકડ કરી લીધી છે. કર્ણાટકના ભટકલથી 25 વર્ષના એમબીએ સ્ટુડેંટ અને આપ કાર્યકર્તાને મોદી પર આપત્તિજનક એમએમએસ સર્કુલેટ કરવાના આરોપમાં અરેસ્ટ કરવામાં આવ્યો છે.

આપ કાર્યકર્તા વકાસ બરમાવરને ચાર મિત્રો સાથે બેંગલુરુમાં એક એપાર્ટમેંટમાંથી સિટી પોલીસના સેટ્રલ ક્રાઈમ બ્રાચે અરેસ્ટ કર્યો. વકસ હાલ પોલીસની કસ્ટડીમાં છે અને તેના ચાર મિત્રોને પૂછપરછ પછી છોડી દેવામાં આવ્યા છે.

આપ કાર્યકર્તા પર આરોપ છે કે તેમણે MMSમાં એક લાવારિશ લાશમાં મોદીનો ફોટો જોડીને ભાજપાના સ્લોગન 'અબ કી બાર મોદી સરકાર' ની જેમ લખ્યુ હતુ - 'અબકી બાર અંતિમ સંસ્કાર'. આ એમએમએસ કેટલાક વોટ્સએપ ગ્રુપ પર મોકલાઈ રહ્યો હતો.
જેને આમ આદમી પાર્ટીના એક્ટિવિસ્ટ હૈંડલ કરે છે. ભૂલથી આ એમએમએસ એક બીજેપી સમર્થક પાસે જતો રહ્યો અને આ બાબતની જાણ થઈ. ભાજપા કાર્યકર્તાએ આની ફરિયાદ પોલીસને કરી દીધી અને પોલીસ અધિકારીએ આ મામલે ધરપકડ કરીને ચોખવટ કરી.


આ પણ વાંચો :