ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 18 નવેમ્બર 2016 (12:19 IST)

લાઈનમાં દમ તોડતી જનતા , મંત્રી માટે રાત્રે ખુલ્યું બેંક

લખનૌ- નોટબંદી પછી દેશભરમાં જ્યાં લોકોએ બેંકની બહાર લાઈનમાં ઉભા થઈને હેરાન થઈ રહ્યા છે. ત્યાં બીજી તરફ ઉત્તરપ્રદેશથી ખબર આવી રહી છે કે એક મંત્રી માટે રાત્રે બેંક ખોલાયું. ટીવી ખબરો મુજબ પૈસા બદલવા ગયા સમાજવાદી પાર્ટીના મંત્રી માટે બેંકને રાત્રે ખોલાવ્યા. 
ઉત્તરપ્રદેશના સંભલમાં મંત્રી નવાબ ઈકબાલ મહમૂદ માટે રાત્રે બેંક ખોલાયું. અને તેણે પૈસા બદલવાયા. ટીવી ખબરો મુજબ બુધવારની સાંજે 6.30 વાગ્યા ઉત્તરપ્રદેશ સરકારના ખાદ્ય અને ઔષધિ પ્રશાસન મંત્રી નવાબ ઈકબાલ મહમૂદ અને તેમના દીકરા સુહેલ ઈકબાલ અને ફૈજ ઈકબાલ સંભલના એચડીએફસી બેંક બદલવા પહોંચ્યા જ્યાં બેંક બેંદ થઈ જવા પછી તેમના ખાતા ખોલાયા. સૌથી ચોકાવનાર વાત આ  રહી કે શાખા પ્રબંધકની કેબિનમાં મંત્રી સાહબ માટે ચા-પાણીની પણ વ્યવસ્થા કરાઈ