વીહિપ નેતા આચાર્યે ધર્મેન્દ્રએ ઓક્યું ઝેર ,રાષ્ટ્રપિતાને અકારણ આવું બોલી બેઠા

gandhiji
Last Modified મંગળવાર, 13 મે 2014 (18:22 IST)

વિશ્વ હિન્દુ પરિષદ (વીહિપ)ના નેતા આચાર્ય ધર્મેન્દ્રએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપીને ગરમાવો લાવી દીધો છ તેમણે કહ્યું કે કોઈ દ દેઢ-પસલીવાળો બકરીનું દૂધ પીનાર અને સૂતર કાંતનાર વ્યક્તિ દેશનો રાષ્ટ્ર્પિતા નામશે જેની છાતી 56 ઈંચની હોય જોકે,કાંગ્રેસ વીહિઅપના નેતા આચાર્ય ધર્મેન્દ્રના વનિવેદનની આલોચના કરી છે.

આમકંટકના મૃત્યુંજય આશ્ર્મમાં કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સદ્સ્ય આચાર્ય ધર્મેન્દ્રએ સત્સંગ દરમ્યાન કહ્યું કે આપણે ભારતને મા માનીએ છીએ તેવામાં મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહેવા તદ્દન ખોટું છે. ગાંધીજી ભારત માતાના સંતાન હોઈ શકે ,પરંતુ રાષ્ટ્રપિતાનું પદ તેમને ન આપી શકાય તેમણે કહ્યું કે ભારત દેવતાઓની ભૂમિ છે. માત્ર 100 વર્ષોની અંદર કોઈ આ મહાન દેશનો પિતા કેવી રીતે હોઈ શકે.

ગાંધીની ફોટોવાળી નોટોથી ભ્રષ્ટાચાર

દેશમાં વધી રહેલા ભ્રષ્ટાચાર માટે ગાંધીજીની તસ્વીરવાળી નોટોને જવાબદાર ઠેરવતા આચાર્યે કહ્યું કે ભારતની નોટો પર મહાત્મા ગાંધીની જગ્યાએ ભગવાન ગણેશની તસ્વીરો છાપવી જોઈએ. જો આમ કરવામાં આવે તો તે નોટ નહી પ્રસાદ થઈ જશે.

તેમણે કહ્યું
સરકાર જો નોટો પર ભગવાન શ્રી ગણેશ છ્પવાનો ફેંસલો લે છે તો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે જન લોકપાલ કાયદાની જરૂર નહી પડે. ભ્રષ્ટાચાર આપોઆપ મટી જશે.

અંગ્રેજી ભાષા પર ગર્જ્યા આચાર્યે

આચાર્યે ધર્મેન્દ્રે કહ્યું કે અંગ્રેજીએ આપણા શિવને શિવા કૃષ્ણને કૃષ્ણા રામને રામા યોગને યોગા બનાવી દીધો છે. દુનિયામાં અંગેજીની વધારે કોઈ બીમત્સ ભાષા નથી. તેમાં મહિલાઓને
બ્યુટીફુલ અને પુરૂષોને હેંડ્સમ કહેવામાં આવે છે
હવે તો અંગ્રેજી સંસ્કુતિનો પ્રભાવ પણ પ્રબળ થઈ રહ્ય ઓ છે.

તેમણે કહ્યું કે લોકો બર્થડેની રાતે નિશાચરોની જેમ કેક કાપીને માનવે છે. જોકે તેને બદલે સવારે મંદિરે ભગવાનના દર્શન કરીને મોદક તેનજ લાડુ વહેંચવા જોઈએ. લાડુને બાંધવામા આવે છે જ્યારે તેનાથી વિપરીત કેકને કાપવામાં આવે છે. સ્પષ્ટ છે કે અંગ્રેજીયત વ્યક્તિઓને કાપતા શીખવે છે. જ્યારે ભારતીય સંસ્કૃતિ જોડાતા .

ગેહલોતે આચાર્યના નિવેદનની ટીકા કરી.

કાંગ્રેસ નેતા અને રાજ્સ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત

આચાર્ય ધર્મેન્દ્ર
ના નિવેદનની ટીકા કરી છે ગેહલોતે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આચાર્યને દેશના અલગ અલગ ભાગોમાં જઈને હમેશા આગ ઓકવાનું કામ કર્યું છે. તેમણે દેશમાં શાંતિ અને સદભાવનાનો સંદેશ કયારેક આપ્યો નથી.

પૂર્વ સીએમ કહ્યું કે ગાંધીજી જેવા મહાપૂરૂષ જેમને વિશ્વ લોહા માને છે. તેમના માટે આચાર્ય ધર્મેન્દ્રએ જે શબ્દનો ઉપયોગ કર્યો છે. તેની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે.


આ પણ વાંચો :