રામજેઠમલાણી ભાજપમાંથી બરખાસ્ત કરાયા

વેબ દુનિયા|

P.R
વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા રામ જેઠમલાણી ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર થઈ ગયા છે. માહિતી મુજબ જેઠમલાણીને પાર્ટીમાંથી 6 વર્ષ માટે બહાર કરવામાં આવ્યા છે.

જેઠમલાણી આ સમયે રાજ્યસભાના સંસદ છે. ગયા મહિને નવેમ્બર મહિનામાં તેમને પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા હતા. એ દરમિયાન તેમણે પાર્ટીની ઘણી આલોચના કરી હતી. ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રામ જેઠમલાણી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રખર સમર્થક મનાય છે અને મોદીને વડાપ્રધાન પદ માટે ભાજપે જાહેર કરવા જોઇએ એવા તેવો મતના છે.
સૂત્રોએ જણાવ્યું કે નવી દિલ્હી ખાતે તાજેતરમાં મોદીની હાજરીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી એ વખતે એવી અટકળો બહાર આવી હતી કે આ બેઠકમાં રામ જેઠમલાણીને પક્ષમાંથી દુર કરવાનો નિર્ણય લેવાશે. અલબત્ત, તે વખતે આ પ્રકારની કોઇ જાહેરાત થઈ નહોતી. પરંતુ આજે પક્ષ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે પક્ષીય ગેરશિસ્ત બદલ રામ જેઠમલાણીને 6 વર્ષ માટે એટેલે કે દુર કરાયાં છે. 7 જુનથી ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળી રહી છે તે પહેલા રામ જેઠમલાણીને દુર કરવાનો નિર્ણય લેવાથી પક્ષના નેતાઓ એમ માની રહ્યાં છે કે જો અત્યારે નિર્ણય લેવાયો ન હોત તો સાંસદના હોદ્દાની રૂએ અને પૂર્વમંત્રીના હોદ્દાની રૂએ તેઓ ગોવા કારોબારીમાં ભાગ લેવા પહોંચ્યા હોત અને વિવાદાસ્પદ નિવદેનો કરીને પક્ષને મુશ્કેલ ભરી સ્થિતિમાં મુકી હોત.
સૂત્રોએ જણાવ્યું કે રામ જેઠમલાણી એનડીએના શાસન વખતે કેબિનેટ મંત્રી હતા. પક્ષમાંથી તેમને અગાઉ દુર કરાયા બાદ કહેવાય છે કે વરિષ્ઠ નેતા એલ. કે. અડવાણીના દબાણથી તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય પહેલા તેમણે હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતું કે રામ એક ખરાબ પતિ હતા અને તેમણે સીતાનો ખોટો રીતે ત્યાગ કર્યો હતો. એક તરફ ભાજપ ભગવાન શ્રીરામના મંદિર માટે આગ્રહી છે ત્યારે બીજી તરફ તેમના જ પક્ષના વરિષ્ઠ નેતાએ ભગવાન શ્રીરામ અંગે વિવાદાસ્પદ નિવેદન કરતાં પક્ષની નેતાગીરીને ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઇ જવું પડ્યું હતું. આ નિવેદન બાદ એમ મનાતું હતું કે પક્ષ દ્વારા તેમને તાકીદે દુર કરાશે પરંતુ હવે મોડે-મોડે તેમને પક્ષમાંથી દુર કરાયાં છે.


આ પણ વાંચો :