મતબેંકનું રાજકારણ દેશ માટે ખતરો

રાંચી| વેબ દુનિયા| Last Modified મંગળવાર, 31 માર્ચ 2009 (11:33 IST)

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ મતબેંકના રાજકારણને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો. અહીંના પક્ષના ઉમેદવાર સુદર્શન ભગતના ટેકામાં યોજવામાં આવેલી જનસભાને સંબોધન કરતાં અડવાણીએ કહ્યું હતું કે, ધર્મ અને જાતિના આધારે લોકોમાં ભાગલાં પડાવવાથી દેશના વિકાસ અને સુરક્ષાને ભારે નુકશાન થશે. દેશમાં મત બેંકની રાજનીતિને કોઈ સ્થાન નથી.

સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુને ફાંસી આપવાના સુપ્રીમકોર્ટના આદેશનું પાલન નહીં કરવા બદલ કેન્દ્ર સરકારની ઉગ્ર ઝાટકણી કાઢતાં અડવાણીએ કહ્યું હતું કે, આ બનાવ 2001માં બન્યો હતો. આદેશ 2002માં થયો જયારે 2009 ચાલી રહ્યું હોવા છતાં હુકમનું પાલન થતું નથી.

આ જગ્યાએ આરોપી આનંદસિંઘ અથવા તો આનંદ મોહન હોત તો કયારનીય ફાંસી આપી દીધી હોત. યુપીએ સરકારે હુમલા દરમ્યાન શહીદ થયેલા સુરક્ષા દળોના જવાનોનું માન રાખીને પણ સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ.


આ પણ વાંચો :