જેડીયુના વિશ્વાસઘાત સામે ભાજપનું 18 જૂને બિહર બંધનુ એલાન

P.R
ભાજપે નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચારના પ્રભારી બનાવ્યા પછી ભાજપની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. મોદીના વિરોધી નીતીશ કુમારે છેવટે ભાજપ સાથે જેડીયુનો છેડો ફાડ્યો છે. બિહારમાં ભાજપ- જેડીયુનું ગઠબંધન તૂટતા બંને પક્ષો પોતપોતાની તાકાત દર્શાવવાને માટે સામસામે આવી ગયા છે. એકતરફ નીતીશકુમાર 19મીએ વિધાનસભામાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરવાના છે. તો બીજી તરફ ભાજપાએ જેડીયુના આ પગલાને સમાન ગણાવીને 18મી જુનના રોજ બિહાર બંધનું એલાન આપ્યું છે.

પટણા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપાના નેતા સુશીલ મોદીએ પત્રકારોને જણાવ્યું હતું કે જો જેડીયુમાં નૈતિકતા હોય તો તેઓએ ભાજપાની સાથે રહીને વિશ્વાસનો મત મેળવ્યો હોવાથી ગઠબંધન તોડતા પહેલા રાજીનામાં આપી દેવા જોઈએ. આજનો દિવસ બિહારના રાજકારણના ઇતિહાસમાં વિશ્વાસઘાતના દિવસ તરીકે ઓળખાશે.

પટના| વેબ દુનિયા| Last Modified સોમવાર, 17 જૂન 2013 (10:08 IST)
.
બિહારની રાજનીતિના આ કાળા દિવસની સામે વિરોધ પ્રદર્શિત કરવાને માટે 18મી જુનના રોજ બિહાર બંધનું એલન ભાજપે આપ્યું છે. બિહારની જનતા ચુંટણીઓમાં આનો બદલો જરૂર લેશે. તેઓએ મોદી કાર્ડ ચલાવતા ઉમેર્યું હતું કે દેશમાં હવે પછીના વડાપ્રધાન પછાત વર્ગમાંથી આવશે. જેડીયુએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદીને રોકવાની જે કોશિષ કરી છે, એની તેઓએ આકરી ઝાટકણી કાઢી હતી.


આ પણ વાંચો :