નક્સલીઓએ રેલ્વે સ્ટેશન ઉડાવ્યું

બિલાસપુર | વાર્તા| Last Modified શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (16:23 IST)

દક્ષિણ પૂર્વ રેલ્વેનાં રાઉલકેલા ચક્રધરપુર ખંડનાં ભાનુલતા સ્ટેશનને શનિવારે નક્સલીઓ દ્વારા બોમ્બથી ઉડાવી દીધુ હતું. તેના કારણે હાવરા-બિલાસપુર-મુંબઈ માર્ગ પરનો રેલ્વે ટ્રાફીક ઠપ્પ થઈ ગયો હતો.

રેલ્વે સુત્રોનાં જણાવ્યા મુજબ સ્ટેશન ભવનને તોડવાની સાથે નક્સલીઓએ સ્ટેશન માસ્તરનું અપહરણ કરી લીધું હતું. વહેલી સવારે સાડા ત્રણ વાગે થયેલી ઘટનાને કારણે લાંબા અંતરની અનેક મેલ એક્સપ્રેસ ગાડીઓ વિવિધ સ્ટેશનો પર રોકી લેવામાં આવી છે. તો કેટલીક ટ્રેનો રોકવામાં આવી છે.

બિલાસપુર-ટાટાનગર તથા દુર્ગ-દાનાપુર સાઉથ બિહાર એક્સપ્રેસ રદ્દ કરી દેવામાં આવી છે. હાવરા-બિલાસપુર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ મનોહરપુર સ્ટેશન પર સવારથી રોકી દેવામાં આવી છે.


આ પણ વાંચો :