લાલકૃષ્ણ અડવાણી પીએમ રેસમાંથી બહાર નથી - સુષમા સ્વરાજ

વેબ દુનિયા| Last Modified મંગળવાર, 23 એપ્રિલ 2013 (11:32 IST)

:
P.R
ભાજપના લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજે કહ્યુ કે લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદની રેસમાંથી બહાર નથી. તેમણે કહ્યુ કે પાર્ટી દ્વારા યોગ્ય સમયે વડાપ્રધાન પદના યોગ્ય ઉમેદવારની ઘોષણા કરવામાં આવશે.

ભાજપ નેતા સુષમા સ્વરાજે કહ્યુ હતુ કે સાથીપક્ષોની સાથે અમારો તાલમેલ સારો છે. અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. આ ઉપરાંત નીતિશકુમાર અને નરેન્દ્ર મોદી અંગેના સવાલમાં તેમણે કહ્યુ હતુ કે સૌને પોતાના વિચાર જણાવવાનો અધિકાર છે.

જ્યારે સુષમા સ્વરાજને માસૂમ બાળા પર ગુજારાયેલા દુષ્કર્મ વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યુ હતુ કે આવું ઘૃણિત કાર્ય કરનારા લોકો માટે એક જ સજા છે ફાંસી. તેમણે કહ્યુ હતુ કે દુષ્કર્મ સંબંધિત કાયદો વધુ કડક બનાવવાની જરૂર છે.


આ પણ વાંચો :