શિવસેનાએ કેમ ન કર્યો વેલેંટાઈન ડે નો વિરોધ

મુંબઈ| ભાષા|

દરવર્ષે વેલેંટાઈનના દિવસે ઉજવતા પ્રેમી પંખીડાને પકડીને લગ્ન કરી દેવાના કે તેમને ધમકાવવાના, મારવાના સમાચાર તમને ક્યાંક તો સાંભળવા મળી જતા હશે, પરંતુ આ વર્ષે શિવસેનાએ આવુ કશુ જ નથી કર્યુ. આ વર્ષે કોઈ ઉહાપોહ કેમ નહી ?

જેની પાછળનુ કારણ સૂત્રોના જણાવ્યા મુજબ એ છે કે શિવસેનાની પાંખ ભારતીય વિદ્યાર્થી સેનાના અધ્યક્ષ અભિજીત ફણસેના કહેવા પ્રમાણે, વેલેંટાઈન ડે નો વિરોધ કરવા કરતા પણ ઘણા મહત્વના કામો આ વર્ષે કરવાના છે. વેલેંટાઈનનુ મહત્વ તો બે-ત્રણ દિવસમાં ઘટી જાય છે. પરંતુ જો શિવસેના આવુ કંઈ કરશે તો તે યુવાઓની લાગણીને ઠેસ પહોંચાડશે. આગામી વર્ષે યોજાનારી બીએમસીની ચૂંટણી પર નજર રાખતી શિવસેના યુવાનોને નારાજ કરવા નથી માંગતી. તેથી તેમણે આ વખતે કોઈ વિરોધ ન બતાવ્યો.
શિવસેનાની હરીફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ કહ્યુ કે, શિવસેના દ્વારા વિરોધ કરાતો હતો, પરંતુ મનસે એ ક્યારેય વેલેંટાઈનઓ વિરોધ નથી કર્યો.


આ પણ વાંચો :