મહાત્મા ગાંધીજીની જયંતીતિથીમાં છબરડો

ભોપાલ| ભાષા|

ભોપાલ(ભાષા) મધ્યપ્રદેશ સરકારના આ વર્ષના સરકારી કેલેન્ડરમાં ગાંધીજીની જન્મ જયંતિના બદલે પુણ્યતિથી લખવામાં આવ્યુ છે. આ પ્રકારનો ગંભીર છબરડો પ્રકાશમાં આવતાં આજે રાજ્યની વિધાનસભામાં ભારે હોબાળો મચ્યો હતો. વિપક્ષના કેટલાક નેતાઓએ આ કેલેન્ડરોને વિધાનસભામાં ફાડીને તેના ટુકડા ઉછાળ્યા હતા.

સમાજવાદી પાર્ટીના ઉશ્કેરાયેલા ધારાસભ્ય નારાયણ ત્રિપાઠી તથા કોંગ્રેસના ધારાસભ્ય તુલસી સિલાવટે આ ગંભીર ભુલ સંર્દભે રાજ્ય સરકારે સમગ્ર દેશની માફી માગવી જોઈએ તેવી માગણી કરી હતી. ઉપરાંત આ ભુલ કેવી રીતે થઈ તે જાણવા માટે તપાસ કરાવી દોષીત અધિકારીઓને દંડિત કરવામાં આવે તેવી માગણી પણ કરી હતી.


આ પણ વાંચો :