લખનૌમાં ફ્લાયઓવર પડતાં 8ના મોત

લખનૌ| વેબ દુનિયા|

શહેરના ફૈજાબાદ વિસ્તારમાં આવેલ નિર્માણાધીએક ફ્લાયઓવર આજે સાંજે એકાએક તૂટી પડતાં દોડધામ મચી હતી. આ દુર્ઘટનામાં આઠના મોત થયાનું તેમજ 12થી વધુ લોકો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે.

સોમવાર બાદ આજનો મંગળવાર પણ દેશવાસીઓ માટે ગમખ્વાર દુર્ઘટનાઓવાળો બન્યો છે. સવારની જોધપુરવાળઈ ઘટના બાદ લખનૌમાં આજે સાંજે દુર્ઘટના ઘટી છે. અહીના ફૈજાબાદ વિસ્તારમાં આવેલ એક ફ્લાય ઓવર એકાએક બેસી જતાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવમાં 12થી વધુ લોકો ઘાયલ થયાનું તથા આઠના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. નિર્માણાધીન આ ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના ઘટી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજસ્થાનના જોધપુરમાં આવેલા પ્રાચીન ચામુંડા મંદિરમાં આજે સવારે દર્શાનાર્થે આવેલા હજારો શ્રધ્ધાળુઓમાં ભાગદોડ મચતાં 185 લોકોના મોત થયા છે જ્યારે કેટલાય ઘવાયા હતા.


આ પણ વાંચો :