ભાજપાથી નાતો તોડીને કોંગ્રેસ સાથે હાથ મિલાવશે જેડીયૂ ?

નવી દિલ્હી. | વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 13 જૂન 2013 (11:27 IST)

P.R
નરેન્દ્ર મોદીને આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપાનું ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવાની સાથે જ રાજગમાં દરાર આવી ગઈ છે. એક બાજુ જ્યા તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીએ ફેડરલ ફ્રંટ બનાવવાની વાત છોડી દીધી છે. બીજી બાજુ કોંગ્રેસે પણ જદયૂની સાથે સંબંધ વાધારવા તરફ ઈશારો કરતા કહ્યુ કે બધા ધર્મનિરપેક્ષ દળો માટે તેના દરવાજા ખુલ્લા છે.

આ દરમિયાન નીતીશ કુમારે પણ કોંગ્રેસ સાથે હાથ મેળવવા તરફ સંકેટ કર્યો છે. જદયૂ પ્રવક્તા રાજીવ રંજને કહ્યુ કે જો બિહારના પછાત રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે તો કોંગ્રેસના સમર્થનની શક્યતાથી ઈંકાર નથી કરી શકાતો. રંજને કહ્યુ કે રાજનીતિમાં બધી શક્યતાઓ હોય છે. હાલ અમે એનડીએનો એક ભાગ છીએ. અમારી પ્રથમ પ્રાથમિકતા ગઠબંધન પર નિર્ણયને લઈને છે.
કોંગ્રેસ નેતા અને સંસદીય કાર્યમંત્રી કમલનાથે ટીવી ન્યૂઝ ચેનલોને કહ્યુ કે કોઈપણ સહયોગી દળ હોઈ શકે છે. બધા ધર્મનિરપેક્ષ દળો માટે અમારા દ્વારા ખુલ્લા છે. હાલ અને ભવિષ્યમાં પણ. સાથે જ તેમણે ભાજપા અને રાજગની અંદર વિવાદ પર કોઈ ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો.
મોદીને લઈને ભાજપા અને જેડીયૂમાં ચાલી રહેલ તકરાર વચ્ચે નીતિશે મમતા બેનર્જીનો પણ સાથ મળ્યો છે. મમતાએ 'ફેડરલ ફ્રંટ'માં જોડાવવા માટે જદયૂને પણ આમંત્રણ આપ્યુ છે. ભાજપા અને જેડીયૂ ગઠબંધનમાં ટૂટની ચર્ચાઓ માટે બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ પ્રમુખ નીતીશ કુમારના પ્રતિનિધિ કેસી ત્યાગીએ બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. બેનર્જીએ ત્યાગી સાથે વાતચીતને સફળ બતાવતા કહ્યુ કે તેમણે ઓડીશાના મુખ્યમંત્રી નવીન પટનાયક અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારથી સાથે એક ફેડરલ ફ્રંટ બનાવવા વિશે વાત કરી છે.
ભાજપા-જેડીયૂની વચ્ચે મતભેદ એટલો વધી ગયો છે કે 17 વર્ષ જુનુ છે. નીતીશ કુમારે બુધવારે સાંજે 14 જૂન પછીના પોતાના બધા સરકારી કાર્યક્રમ રદ કરી દીધા છે. સૂત્રોન ઉ કહેવુ છે કે 15થી 17 જૂનની વચ્ચે કોઈપણ સમય તેઓ ભાજપાથી ગઠબંધન તૂટવાનુ એલાન કરી શકે છે. જો કે દિલ્હીમાં બેસેલા ભાજપા નેતા અને જદયૂ અધ્યક્ષ શરદ યાદવ ગઠબંધનને બચાવવાના પ્રય ત્નોમાં લાગેલ છે.


આ પણ વાંચો :