અંસારી- સબાબુદ્દીનને જ્યુડી. કસ્ટડી

મુંબઈ| ભાષા| Last Modified બુધવાર, 31 ડિસેમ્બર 2008 (15:37 IST)

મુંબઈની એક મેજીસ્ટ્રેટ અદાલતે 26 નવેમ્બરનાં રોજ થયેલા આતંકવાદી હુમલામાં સામેલ થવાના આરોપમાં સામેલ ફહીમ અંસારી અને સબાબુદ્દીનને 12 જાન્યુઆરી સુધી જ્યુડીશીયલ કસ્ટડીમાં સોપી દીધા છે.

અંસારી અને સબાબુદ્દીનને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે ગત 18 ડિસેમ્બરનાં રોજ ધરપકડ કરી હતી. તેમને અલગ અલગ આતંકવાદી સંગઠનો માટે સર્વેક્ષણ કરવાનાં આરોપસર ધરપકડ કરવામાં આવી છે.

આ બંનેને પોલીસ આ વર્ષે જાન્યુઆરીમાં પકડ્યા હતાં. તેમની રામપુર પોલીસ છાવણી પર આંતકવાદી હુમલો કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.


આ પણ વાંચો :