અસમમાં વિસ્ફોટ, 5 મર્યા, 35 ઘાયલ

નલબાડી| ભાષા| Last Modified સોમવાર, 30 જૂન 2008 (12:13 IST)

નીચાણવાળા અસમના બક્સા જિલ્લામાં એક સાપ્તાહિક બજારમાં રવિવારે એક શક્તિશાળી બોંબ વિસ્ફોટમાં ત્રણ સ્ત્રીઓ સહિત પાંચ લોકો માર્યા ગયા અને અન્ય 35 ઘવાયા છે.

અધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ આ જ બજારમાંથી બીજો બોમ્બ પણ મળી આવ્યો છે. જિલ્લાન તમુલપુરમાં કુમારીકાટાના ગિર્દીવાળા બજારમાં બપોરે લગભગ 1 વાગીને 10 મિનિટે બોમ્બ વિસ્ફોટ થયો, જેમાં પાંચ લોકો ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામ્યા.

ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે કે ગંભીર રીતે ઘવાયેલા પાંચ લોકોને ગુવાહાટી મેડિકલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ બનાવ પછી વિસ્તારમાં તનાવની સ્થિતિ બની ગઈ છે.


આ પણ વાંચો :