ભાજપ મધ્યપ્રદેશમાં 25મીએ પ્રચાર પ્રારંભ કરશે

ઈન્દોર| ભાષા| Last Modified શનિવાર, 20 સપ્ટેમ્બર 2008 (16:56 IST)

લોકસભામાં વિપક્ષનાં નેતા અને એનડીએનાં વડાપ્રધાન પદનાં દાવેદાર એવા લાલકૃષ્ણ અડવાણીએ આગામી 25 સપ્ટેમ્બરનાં રોજ મધ્યપ્રદેશમાં કાર્યકર્તાઓને સંબોધિત કરીને ચુંટણી પ્રક્રિયાનો પ્રારંભ કરાવશે. આ સભાને ભાજપા અધ્યક્ષ રાજનાથસિંહ પણ સંબોધિત કરશે.

ભાજપનાં પ્રવક્તા ઉમાશંકર ગુપ્તાએ જણાવ્યું હતું કે આ બંને નેતાઓ ઉપરાંત ભાજપનાં પૂર્વ અધ્યક્ષ વૈંકેયા નાયડુ અને પાર્ટીનાં પ્રદેશનાં પ્રભારી અનંત કુમાર પણ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. આ સંમેલનને કાર્યકર્તા મહાકુંભ નામ આપવામાં આવ્યું છે.
આ મહાકુંભ દ્વારા પ્રદેશભરનાં કાર્યકર્તાઓને બે મહિના બાદ થનારી વિધાનસભાની ચુંટણી અંગે તૈયાર કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત પાર્ટીનાં ઉચ્ચ નેતાઓ હાજર રહેશે.


આ પણ વાંચો :