12 દિવસમાં 17 સિમકાર્ડ બદલી ચૂક્યા છે નારાયણ સાંઈ !!

વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 17 ઑક્ટોબર 2013 (14:41 IST)

P.R
દુષ્કર્મના આરોપમાં ફસાયેલા આસારામના પુત્ર પોલીસથી બચવા માટે એક ચાલાક અપરાધીની જેમ વારેઘડીએ સ્થાન અને મોબાઈલ ફોનની સિમ બદલી રહ્યા છે. આ કારણે પોલીસ કોલ ટ્રેકિંગ દ્વારા નારાયણ સુધી હજુ પહોંચી નથી રહી.

પોલીસના સૂત્રો મુજબ સૂરતની બહેનો દ્વારા દુષ્કર્મનો કેસ નોંધાવ્યા બાદ નારાયણ સાંઈ અત્યાર સુધી 12 દિવસોમાં 17 સિમ બદલી ચુક્યા છે. પોલીસનુ કહેવુ છે કે નારાયણની સાથે તેમની પીએ સહિત 5 લોકો છે. આ લોકોએ બે દિવસ પહેલા શિવપુરીમાં દેખાયા હતા. સતત સિમ બદલવાને કારણે પોલીસને નારાયણ સુધી પહોંચવામાં મુશ્કેલી આવી રહી છે. સૂરત પોલીસને હવે એ શંકા છે કે નારાયણ દેશ છોડીને ભાગવામાં સફળ થયા છે. અને તે નેપાળ કે કાઠમાંડૂમાં પણ હોઈ શકે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે નારાયણને પકડવા માટે સૂરત પોલીસે 6 ટીમો બનાવી છે અને અનેક સ્થાને છાપામારી કરી રહી છે.
સૂરત પોલીસનુ માનીએ તો નારાયણ સાંઈ 2 દિવસ પહેલા મધ્યપ્રદેશના શિવપુરીમાં હતા. તેમના મોબાઈલનુ છેલ્લુ લોકેશન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની સીમા પર હતા. પોલીસ મુજબ નારાયણ સાંઈ અત્યાર સુધી 17 સિમ તોડી ચુક્યા છે.


આ પણ વાંચો :