બુધવાર, 15 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (14:40 IST)

#ModiPunishesPak પીએમ મોદીના 5 દાવ જેણે પાકિસ્તાનને આ રીતે શિખવાડ્યો સબક

પાકિસ્તાનને આ રીતે શિખવાડ્યો સબક 
 
ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કૂટનીતિક પહેલ પછી હવે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર એકલુ પડતુ જઈ રહ્યુ છે. પાકિસ્તાની પ્રધનામંત્રી નવાઝ શરીફને કાશ્મીરમાં ભારતીય સેનાના હાથે માર્યા ગયેલ આતંકી સંગઠન હિઝબુલના કમાનર બુરહાન વાનીને યૂનાઈટેડ નેશંસમાં શહીદ બતાવવાનુ પરિણામ સાર્ક સંમેલન રદ્દ કરીને ચુકવવુ પડ્યુ છે. એક બાજુ અમેરિકાએ તેને હદમાં રહેવાની સલાહ આપી છે.  તો બીજી બાજુ કાશ્મીર મુદ્દા પર ચીને પણ કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઈંકાર કરી દીધો છે. પરિણામ એ આવ્યુ છે એક પાકિસ્તાની રક્ષા મંત્ર્રી ખ્વાજા મોહમ્માદ આસિફ ભારતને પરમાણુ હુમલાની ધમકીઓ આપવા પર ઉતરી આવ્યા છે. હાલ પાકિસ્તાન બેકફુટ પર છે અને ભારતના સપોર્ટમાં અફગાનિસ્તાન ભૂતાન અને નેપાળ જેવા પડોશી દેશ પણ ઉભા થયેલા જોવા મળ્યા. 
 
1. સાર્ક સંમેલન રદ્દ થય્. પાક પડ્યુ એકલુ 
 
ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાર્ક સંમેલનમાં ભાગ લેવાથી ઈંકાર કર્યા પછી અફગાનિસ્તાન ભૂતાન બાંગ્લાદેશ અને નેપાળને પણ આ સંમેલનમાં ભાગ લેવાની ના પ આડી દીધી. આ વર્ષે સાર્ક બેઠકના અધ્યક્ષ નેપાળે બતાવ્યુ કે તેમને આ નિર્ણય ભારતના નિર્ણય પછી લીધો છે. ભારતના સાર્કમાં ન જવાથી આંતરરાષ્ટ્રીય સ્તર પએ એક ખૂબ જ કડક સંદેશ આપ્યો છે. 1985 પછી આ પ્રથમ વાર છે કે દેશોએ પણ પાકિસ્તાન પર આતંકને આશરો આપવાનો આરોપ લગાવતા સંમેલનનો બહિષ્કાર કરવાનુ એલાન કર્યુ છે. 
 
જો કે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ભારતના નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ બતાવ્યુ છે અને ભારત  પર આરોપ લગાવ્યો છે એક તે દક્ષિણ એશિયામાં ભાઈચારો થવા દેવા નથી માંગતુ.  આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને અલગ થલગ કરી દેવાની રણનીતિમાં ભારતને દક્ષિણ એશિયામાં એક મોટી સફળતા મળી છે. ભૂટાન, બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનના પણ સાર્ક સંમેલનમાં ભાગ લેવાનો ઈનકાર કરે દેવાથી પાકિસ્તાન એકલુ પડી ગયુ છે. ફક્ત ભારત જ નહી અફગાનિસ્તાન પણ આ આરોપ લગાવતુ રહ્યુ છે કે પાકિસ્તાની સેના તેના વિસ્તારોમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે આતંકી સંગઠનોની મદદ કરે છે. 


2. સુષમાનુ UNમાં નિવેદન 
 
યૂએનમાં નવાઝ શરીફના આતંકી સંગઠન હિજબુલના કમાંડર બુરહાન વાનીને શહીદ બતાવતા અને કાશ્મીર મુદ્દો ઉઠાવ્યા પછી ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તાનને યુએનમાં જડબાતોડ જવાબ આપ્યો  અને કહ્યું કે, અમે પાકિસ્તાન સામે અનેકવાર મિત્રતાનો હાથ લંબાવ્યો છે, પણ એના બદલામાં પાકિસ્તાને ભારતને શું આપ્યું? પઠાણકોટ અને ઉરીના આતંકવાદી હુમલા.
 
સુષ્‍માએ કહ્યું હતું કે, દુનિયાના કેટલાક દેશોને ત્રાસવાદીઓને આશરો આપવાની ટેવ પડી ગઇ છે. આવા દેશોને અલગ કરવાનો સમય આવી ગયો છે. સુષ્‍માએ કહ્યું હતું કે, પાકિસ્‍તાન કાશ્‍મીરના સ્‍વપ્ન જોવાનું બંધ કરે. કારણ કે કાશ્‍મીર ભારતનું હતું અને ભારતનું રહેશે. વિદેશ મંત્રી સુષમા સ્‍વરાજે યુનાઈટેડ જનરલ એસેમ્‍બલી સંબોધનમાં કાશ્‍મીર મુદ્દે પાકિસ્‍તાન જડબાતોડ આપ્‍યો. ખાસ કરીને નવાઝ શરીફે ભારત વિરુદ્ધ કરેલી ટિપ્‍પણીનો સુષ્‍મા સ્‍વરાજે આક્રમક કડક જવાબ સુષમા સ્‍વરાજે કહ્યું કે, ૨૧ સપ્‍ટેમ્‍બરે પાકિસ્‍તાને ભારત પર બે આરોપ લગાવ્‍યા હતા. પાકિસ્‍તાને ભારત પર માનવાધિકાર ઉલ્લંધનનો આરોપ લગાવ્‍યો હતો તેમને હું એટલું જ કહેવા માંગીશ, જેમના ધર કાચના હોય તેમણે બીજા પર પથ્‍થર ન ફેંકવા જોઈએ.


3. MFN દરજ્જો છીનવાની તૈયારી 
 
આજે જે તે બેઠક થવા જઈ રહી છે જેમા એ વાત પર નિર્ણય લેવામાં આવશે કે પાકિસ્તાનેન આપવામાં આવેલ MFN(મોસ્ટ ફેવર્ડ નેશન)દરજ્જો પરત લેવો કે નહી. ઉલ્લેખનીય છે કે ડબલ્યુટીઓ બનવાના વર્ષભરમાં ભારતે પાકિસ્તાને 1996માં એમએફએનનો દરજ્જો આપ્યો હતો. 
 
ભારત દ્વારા આજે પાકિસ્તાનને ફરી એક વખત કુટનીતિક મોરચે તમાચો મારવાની તૈયારીઓ કરી રહ્યુ છે. પાકિસ્તાનને આપવા આવેલા મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાને આજે પાછો ખેંચી લેવામાં આવે તેવી શકયતા છે. પીએમ મોદીએ આજે આ બાબતની સમીક્ષા માટે એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઉપરાંત વિદેશ અને કંપની મામલાના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.
 
   ઉરી હુમલા બાદ દેશના લોકો પાકિસ્તાન વિરૂધ્ધ કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે. સરકારે હજુ સુધી સિંધુ સમજુતી તોડી નથી પરંતુ તેને આપવામાં આવેલ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચવામાં આવશે. આ નિર્ણયથી પાકિસ્તાનની આર્થિક અને સામાજીક સ્થિતિ ઉપર માઠી અસર પડશે. ભારતે પાકિસ્તાનને ૧૯૯૬માં આ દરજ્જો આપ્યો હતો.
 
   સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારત પાકિસ્તાનને ડબલ્યુટીઓમાં લઇ જવા પણ વિચારણા કરી શકે છે. પાકિસ્તાન પણ આ મામલે વળતી ફરિયાદ કરે તેવી શકયતા છે. ડબલ્યુટીઓ અને ઇન્ટરનેશનલ ટ્રેડ નિયમોને લઇને આવા નેશનનો દરજ્જો અપાય છે. આ સ્ટેટસ અપાવાથી બીજા દેશ એ બાબતને લઇને ધરપતમાં રહે છે કે તેને વેપારમાં નુકસાન નહી પહોંચાડાય. આ જ કારણે પાકિસ્તાનને વધુ આયાત કવોટા અને ઓછા ટ્રેડ ટેરીફ મળે છે. જો કે પાકિસ્તાને ભારતને આવો દરજ્જો નથી આપ્યો.

4. સિંધુ જળ સંધિ પર પણ ગભરાયુ પાકિસ્તાન 
 
ભારતે ઈશારા ઈશારામાં જ સત્તાવાર રૂપે ભારત-પાક સિંધુ નદી જળ સમજૂતીને રિવ્યુ કરવાની વાત કહીને પાકિસ્તાનને આધાત આપ્યો છે. આ સમજૂતીને 56 વર્ષ થઈ ગયા છે અને કાશ્મીર એસેમ્બીએ રિવ્યુ કરવા માટે પ્રસ્તાવ પણ પાસ કર્યુ હતુ. જો કે  આ એટલુ સહેલુ નથી. કારણ કે આ નિર્ણય ચાર-પાંચ મોટી મોટી નદીઓની ધારાને વાળવા જેવી વાત રહેશે અને હાલ અમારી પાસે આ માટે કોઈ સ્ટોરેજ કે ડાયવર્ઝન સ્ટ્રકચર નથી. 
 
ભારતના આ પગલાથી પાકિસ્તાનના ખેડૂતો નદીઓ, પર્યાવરણ અને લોકોને ખૂબ નુકશાન થશે. ઉલ્લેખનીય છે કે સિંધુ અને સતલજ નદીઓ ચીનમાંથી નીકળીને ભારત થઈને પાકિસ્તાન જાય છે. આ ઉપરાંત એક વધુ મોટી નદી બ્રહ્મપુત્ર પણ તિબ્બતથી નીકળે છે. બ્રહ્મપુત્રની તરફથી ઘણી બધી શાખાઓ તિબ્બત થઈને ભારત આવે છે.  બ્રહ્મપુત્ર તરફથી ઘણી બધી શાખાઓ તિબ્બત થઈને ભારત આવે છે. જો ભારતને થયેલ જૂના નુકશાનને ધ્યાન આપવામાં આવે તો જૂન 2000માં ચીનથી થઈને આવનારી શિયાંગ નદીમાં આવેલ  પૂરથી અરુણાચલ પ્રદેશમાં ખૂબ નુકશાન પહોચ્યુ હતુ. 



5. પીએમ મોદીની બલૂચિસ્તાન નીતિ 
 
ભારત પહેલા પોતાની વિદેશ નીતિ હેઠળ પાકિસ્તાનના અશાંત વિસ્તારો વિશે આંતરરાષ્ટ્રીય સાર્વજનિક મંચો પરથી કોઈપણ પ્રકરનુ નિવેદન આપતુ નહોતુ.  જો કે પીએમ મોદીએ પાકિસ્તાનના કાશ્મીર રાગને તોડી બલૂચિસ્તાનના રૂપમાં કાઢી લીધુ છે. પાકિસ્તાન અવારનવાર ભારતીય સેના પર કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લાગતો રહ્યો છે પણ આ વખતે મોદી ભારતીય સ્વતંત્રતા દિવસના ભાષણમાં જ બલૂચિસ્તાનનો ઉલ્લેખ કરી પાકિસ્તાનને બૈકફૂટ પર લાવી દીધુ. ત્યારબાદ બલૂચ નેતા બ્રહ્મદાગ બુગતી અને અનેક દેશોમાં મોદીના સમર્થનમાં બલૂચ લોકોના પ્રદર્શનોએ પાકિસ્તાની સેનાના બલૂચિસ્તાનમાં કરવામાં આવેલ કાર્યવાહીઓને શકના દાયરામાં લાવી દીધી. માહિતી મુજબ ઉરી હુમલો પણ પાકિસ્તાને બલૂચિસ્તાનનો બદલો લેવા કરાવ્યો હોય એવુ બની શકે છે.