અજમેર શરીફમાં બોમ્બની અફવા પછી દરગાહ ખાલી કરાવવામાં આવી

નવી દિલ્હી| Last Modified સોમવાર, 21 સપ્ટેમ્બર 2015 (11:16 IST)
રાજસ્થાનના અજમેર શરીફમાં બોમ્બના સમાચારથી અફરા-તફરી મચી ગઈ. બોમ્બની સૂચના મળતા જ શરીફને ખાલી કરાવવામાં આવ્યુ. બોમ્બ નિરોધક દળ અને પોલીસ સંયુક્ત રૂપે શોધ અભિયાન ચાલુ રાખ્યુ છે.

અજમેરના એસપી વિકાસ કુમારે જણાવ્યુ કે આજે સવારે કોઈએ ફોન પર આ સૂચના આપી કે ખ્વાજા ગરીબ નવાજની દરગાહ પાસે બોમ્બ મુક્યો છે. સૂચના મળતા જ ઘટના પર બોમ્બ સ્કવાયડ અને પોલીસની ટીમ ઘટના પર પહોંચી. શોધમાં એક લાવારિસ બેગ મળી. પણ તેમા કોઈ પણ પ્રકારનો કોઈ વિસ્ફોટક સામાન નહોતો. હાલ પોલીસે આ ફોન કોલને ટ્રેસ કરી ફોન કરનારને પકડવાની કોશિશમાં લાગ્યુ છે.

અન્ય સુરક્ષા એજંસીઓ પણ ઘટના પર પહોંચી ચુકી છે. આ સૂચના પછી દરગાહ પર ઈબાદત કરવા પહોંચેલ લોકોમાં હડકંપ મચી ગયો છે. દરગાહમાં બોમ્બની સૂચનાને રિહર્સલ પણ માનવામાં આવી રહ્યુ છે.


આ પણ વાંચો :