1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 6 ડિસેમ્બર 2014 (12:50 IST)

મંડપમાં ભાભીએ દિયરને કિસ કરી તો 'દુલ્હને' લગ્ન કરવાની ના પાડી

લગ્ન સમારંભમાં ભાભી દ્વારા પોતાના દિયરને કિસ કરવુ એટલુ ભારે પડ્યુ કે દુલ્હને લગ્ન જ તોડી નાખ્યા. ઉલ્લેખનીય છે કે પોતાના દિયરના લગ્નથી ખુશ ભાભીએ તેના ગાલ પર પપ્પી લીધી. એટલુ જ નહી ભાભીએ દિયર સાથે ડાંસ પણ કર્યો. પણ નઈ-નવેલી દુલ્હન અને તેના પરિવારના લોકોને એ બંનેનો આ પ્રકારનો વ્યવ્હાર પસંદ ન આવ્યો. જેને લઈને લગ્ન થતા પહેલા જ વિવાદ શરૂ થઈ ગયો. 
 
બંને પરિવારમાં આ વાતને લઈને અલીગઢના ખૈર રોડ સ્થિત લગ્ન સ્થલ પર ઝગડો શરૂ થઈ ગયો. હદ તો ત્યારે થઈ જ્યારે લગ્નમાં ભાગ લેવા આવેલા મહેમાન પણ ખુદને બચાવવા માટે આમ તેમ ભાગતા જોવા મળ્યા. દિયર ભાભીના આ વર્તનથી નારાજ દુલ્હનના ઘરના લોકો એટલા ગુસ્સામાં હતા કે તેમને જાનૈયાઓને ફટકાર્યા અને વરરાજાને પણ બંધક બનાવી લીધો. 
 
આ મામલાને વધતો જોઈ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ વચ્ચે પડીને વિવાદ શાંત કર્યો.  કોઈ ઘવાયુ હોય તેવા સમાચાર નથી. છેવટે દુલ્હનને લીધા વગર જ જાનૈયાઓને પરત ફરવુ પડ્યુ.