કાવેરી વિવાદ - બેંગલુરૂના 16 પોલીસ મથકમાં કરફ્યુ, જોતા જ ગોળી મારવાનો આદેશ
તમિલનાડુ અને કર્ણાટકની વચ્ચે કાવેરી જળવિવાદને લઈને જોરદાર સંઘર્ષ ચાલી રહ્યો છે. બેંગલોરના 16 પોલેસમથક ક્ષેત્રોમા કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પ્રશાસને પ્રદર્શનકારીઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. કર્ણાટકના ગૃહ મંત્રીએ આ દેશ રજુ કર્યો છે. બેંગ્લોરમાં પોલીસના ગોળીબારમાં એક વ્યકિતનું મોત થયુ છે અને બેંગ્લોરના 16-પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફયુ લાદી દેવાયો છે. શહેરોમાં 144ની કલમ લાદી દેવાઇ છે. બેંગ્લોર પાસે 40 જેટલી બસોને સળગાવી નાંખવામાં આવી હતી. બેંગ્લોર અને મૈસુરમાં તામિલનાડુઓની ગાડીઓમાં તોડફોડ અને આગજનીની ઘટનાઓ બની હતી. તામિલનાડુઓ સુધી જતી બસ સેવાઓ રોકી દેવાઇ છે. દેખાવકારોને શુટ એન્ડ સાઇટના ઓર્ડર આપી દેવાયા છે.
બેંગ્લોર અને પ્રદેશના બીજા હિસ્સામાં તામિલ સમુદાયના લોકોને નિશાના ઉપર લેવામાં આવ્યા છે. બંને રાજયોના મુખ્યમંત્રીઓએ લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે. બેંગ્લોરમાં વધારાના 16000 પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે. શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. આજે પણ કર્ણાટકમાં લોકો ઠેર-ઠેર રસ્તાઓ ઉપર આવી ગયા છે અને વિરોધ કરી રહ્યા છે. સીઆરપીએફ અને રેપીડ એકશન ફોર્સ તૈનાત કરવામાં આવેલ છે.
કર્ણાટકે તામિલનાડુમાં પોતાના રાજયના વાહનો અને કન્નડ લોકો તરફથી ચલાવાતી હોટલો ઉપર હુમલાને લઇને ચિંતા વ્યકત કરી છે અને તામિલનાડુ સરકારને સુરક્ષા સુનિશ્ચિત કરવા કહ્યુ છે. કર્ણાટક અને તામિલનાડુના મુખ્યમંત્રીએ પોત-પોતાને ત્યાં નાગરિકોને સુરક્ષા આપવા કહ્યુ છે. દેખાવકારોએ રામેશ્વરમમાં કર્ણાટકના નંબરવાળા સાત વાહનોમાં તોડફોડ કરી હતી. તામિલનાડુમાં કન્નડ ભાષીઓ ઉપર હુમલાના અહેવાલો બાદ કર્ણાટકમાં હિંસા ભડકી હતી. દેખાવકારોએ બેંગ્લોરમાં તામિલનાડુના નંબરવાળા વાહનોને વીણી-વીણીને નિશાના ઉપર લીધા હતા. 30 બસ અને ટ્રક ફુંકી માર્યા હતા. અનેક વાહનો સળગાવાયા હતા. બેંગ્લોરમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. 200 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે