રવિવાર, 17 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (12:16 IST)

એક ટ્વીટ પર ભડક્યા કેજરીવાલ, જર્નાલિસ્ટને બતાવ્યો મોદીનો દલાલ

દિલ્હીમાં ચિકનગુનિયા-ડેંગૂ અને મલેરિયા ઝડપથી ફેલાવી રહ્યા છે. દિલ્હીમાં જ્યા સુધી ચિકનગુનિયાના 1000થી વધુ મામલા સામે આવ્યા છે. બીજી બાજુ આ બીમારીથી પહેલા પણ મોત થઈ ગયુ છે. માહિતી મુજબ ગાજિયાબાદમાં રહેનારા 65 વર્ષના એક વ્યક્તિને ગંભીર હાલતમાં દિલ્હીથી સર ગંગારામ હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યો હતો. જ્યા ચિકનગુનિયાને કારણે તેનુ મોત થઈ ગયુ. 
 
જર્નાલિસ્ટ પર ભડક્યા કેજરીવાલ ? 
 
ચિકનગુનિયાથી પ્રથમ મોત પછી જાણીતા જર્નલિસ્ટ શેખર ગુપ્તાએ એક ટ્વીટમાં કહ્યુ - પાંચ વર્ષમાં પહેલીવાર મલેરિયા દિલ્હીમાં ઝડપથી ફેલાય રહ્યો છે. પહેલીવાર ચિકનગુનિયાથી કોઈ વ્યક્તિનુ મોત થયુ છે. સરકારે ગોવા, પંજાબ અને યૂપી જીતવામાં લાગી ગયુ છે. શેખર ગુપ્તાએ આ ટ્વીટ પર કેજરીવાલ ભડકી ગયા અને તેમણે ટ્વીટ કર્યુ - રાજનીતિ કરવી છે. તો સાર્વજનિક રીતે સામે આવો. પહેલા કોંગ્રેસની દલાલી કરતા હતા, હવે મોદીની ? આવા લોકોને પત્રકારિકાને ગંદી કરી. 
 
 
ડેંગૂના 1158 કેસની ચોખવટ 
 
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં અત્યાર સુધી 1057 અને ડેંગૂના 1158 મામલાની પુષ્ટિ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે. ઓલ ઈંડિયા ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયંસે પણ સાયંસ(એમ્સ)માં 900થી વધુ ચિકનગુનિયાના કેસ સામે આવ્યા છે. બીજી બાજુ સફદરગંજમાં 532 અને લોકનાયક હોસ્પિટલમાં 281 દર્દી દાખલ છે. ગયા વર્ષે ડેંગૂના 15867 કેસ સમએ આવ્યા હતા. જેમાથી 60નુ મોત થઈ ગયુ હતુ. 
 
ડેગ્નૂ ચિકનગુનિયાના લક્ષણ 
 
આ બંને બીમારીઓ એક જ મચ્છર(એડીસ)ના કરડવાથી થાય છે. તેના મચ્છર સ્વચ્છ પાણીમાં ઉછરે છે. ડેગૂ-ચિકનગુનિયા બંનેમા જ વાયરલ ફીવર જેવા લક્ષણ હો છે. ડેંગૂના દર્દીને તીવ્ર તાવ, માથાનો અને શરીરમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદ કરે છે. જો હેમોરેજિક ડેંગૂથી દર્દી પીડિત છે તો બ્લીડિંગ પણ થઈ શકે છે. આ જીવલેણ પણ સાબિત થઈ શકે છે.