શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 10 નવેમ્બર 2016 (12:33 IST)

થોડાક જ મહિનામાં 1000ની નવી નોટ રજૂ કરશે સરકાર... નવી હશે ડિઝાઈન

ઈકોનોમિક અફેયર્સ સેક્રેટરી શક્તિકાંત દાસે કહ્યુ છે એક આગામી થોડાક મહિનામાં નવા કલર અને ડિઝાઈનમાં 1000 રૂપિયાના નવા નોટ રજુ કરવામાં આવશે. આરબીઆઈના 2-3 લોકો આ નોટ્સની ડિઝાઈન બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે  8 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદીએ 500-1000 રૂના નોટ બંધ કરવાનું એલાન કર્યુ હતુ.  1000ની નોટ ફરી આવશે. 
 
- દાસ મુજબ નવા ડિઝાઈન, ફિચર્સ અને કલરમાં એક હજારના નોટને ફરીથી શરૂ કરવામાં આવશે.  
- આગામી થોડા મહિનામાં આ કામ પુરૂ થઈ જશે. આરબીઆઈના 2-3 લોકો 1000 રૂના નોટની ડિઝાઈનના કામમાં લાગી ગયા છે.  
 
સરકાર કેમ લાવી રહી છે 1000ની નવી નોટ ? 
 
- ફાયનેંસ મિનિસ્ટ્રીના એક ઓફિસર મુજબ 500 અને 2000ની વચ્ચે 1000 રૂપિયાના નોટ લાવવાની જરૂર હતી. સરકાર આ વાતનો નિર્ણય પહેલાથી કરી ચુકી છે. 
- એવુ માનવામાં આવે છે કે 1000 રૂપિયાના નોટની સૌથી વધુ ડુપ્લીકેસી થાય છે. તેથી તેની ડિઝાઈનિંગ અને સિક્યોરિટીના નવા નોટમાં વિશેષ રૂપે ધ્યાન આપવામાં આવશે. 
 
સર્કુલેશનમાં છે 80% વેલ્યૂવાળા નોટ 500, 1000ના નોટ.. 
 
- આરબીઆઈના મુજબ માર્ચ 2016 સુધી દેશમાં લગભગ 14 લાખ કરોડ વેલ્યૂવાળા નોટ 500 અને 1000 રૂપિયાના નોટ સર્કુલેશનમાં છે. 
- નવા પગલા પછી લગભગ 3 થી 4 લાખ કરોડ રૂપિયાની બ્લેકમની ખતમ થઈ જશે. 
- નવા 500, 1000 અને 2000 રૂપિયાના નોટ કરંસીની કમીને પૂર્ણ કરવામાં આવશે.