નોટબંધીને કારણે એક બાજુ લોકો કરોડો રૂપિયા દબાવીને બેસ્યા છે તો બીજી બાજુ સામાન્ય માણસને 2000 રૂપિયા માટે લાંબી લાઈનમાં ઉભા થઈને રાહ જોવી પડે છે.
રાજધાની દિલ્હીમાં નોટબંધીના સાઈડ ઈફેક્ટના અનેક હ્રદયદ્રાવક ઘટનાઓ જોવા મળી. ઉલ્લેખનીય છે કે કૃષ્ણપુરા નિવાસી એક વૃદ્ધની પત્ની ચન્દ્રકલાનુ બીમારીને કારણે મંગળવારે સવારે નિધન થઈ ગયુ. તેમની પાસે અંતિમ સંસ્કાર માટે પૈસા નહોતા. જેથી વૃદ્ધને બેંકમાં જવુ પડ્યુ.
ઘરમાં પત્નીની લાશ પડી હતી અને વૃદ્ધને બેંકની લાઈનમાં ઉભુ રહેવુ પડ્યુ. પ્રાપ્ત માહિતી મુજબ લગભગ 5 કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી વૃદ્ધને પૈસા તો મળી ગયા પણ તેની આંખમાં આસુ આવી ગયા.
ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારની એક ઘટના છતરપુર જીલ્લામાં પણ જોવા મળી હતી. જ્યારે નોટબંધીને કારણે એક મહિલાની અંત્યેષ્ટિ રોકાય ગઈ હતી. આ નોટબંધી પછીનો તત્કાલ મામલો છે.
અહી અંત્યેષ્ટિનો સામાન વેચનારા દુકાનદારોએ 1000 અને 500ની નોટ લેવાની ના પાડી દીધી. ખૂબ જ મુશ્કેલીથી મહિલાનો અંતિમ સંસ્કાર થઈ શક્યો.