શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (12:03 IST)

સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગતા CM કેજરીવાલ બન્યા પાક મીડિયામાં હીરો

પાકિસ્તાન પર ભારત દ્વારા કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઈક પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રીએ પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલ આ અફવાને પણ બેનકાબ કરવાની અપીલ કરી છે જેમા પાક દાવો કરી રહ્ય છે કે ભારત તરફથી સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી નથી. 
 
કેજરીવાલ બન્યા પાક મીડિયામાં હીરો 
 
આ વીડિયોને પાકિસ્તાની મીડિયામાં ખૂબ ચલાવવામાં આવી રહ્યો છે અને કેજરીવાલને પાક મીડિયાના હીરો તરીકે રજુ કરવામાં આવી રહ્યા છે.  કેજરીવાલે વીડિયોમાં કહ્યુ કે અમારી સેનાએ ગયા અઠવાડિયે વીરતા બતાવતા ઉરી હુમલામાં 19 સૈનિકોની શહીદીનો બદલો લીધો.   પ્રધાનમંત્રી સાથે મારા 100થી વધુ મુદ્દા પર મતભેદ હોઈ શકે છે. પણ તેમણે જે ઈચ્છાશક્તિ બતાવી છે તેને હુ સલામ કરુ છુ. પણ પાકિસ્તાન ઈંટરનેશનલ મીડિયામાં ભારતની સાખ બગાડવા માટે પ્રોપાગૈંડા ફેલાવી રહ્યુ છે. તે પત્રકારોને સીમા પર લાવીને એ કહી રહ્યુ છે કે અહી કોઈ સર્જીકલ સ્ટ્રાઈક નથી કરવામાં આવી. હુ ઈચ્છુ છુ કે પીએમ મોદી આ અફવાને બેનકાબ કરે. પાકિસ્તાનના બધા છાપામાં અને બધા ટીવી ચેનલમાં કેજરીવાલના હવાલાથી ભારત વિરુદ્ધ સમાચાર બતાવવામાં આવી રહ્યા છે.