જાણો બિહારના ઉપમુખ્યમંત્રી બનનારા 9મું પાસ લાલૂ યાદવના પુત્ર અને ક્રિકેટર તેજસ્વી યાદવ વિશે...
બિહાર વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર આરજેડી ચીફ લાલૂ યાદવના વિધાનસભા ચૂંટણીમાં ઉતરતા જ જીત સાથે શરૂઆત કરી છે. ડિગ્રી વય અને સંપત્તિને લઈને તેમના બંને પુત્ર વિવાદોમાં છે. આમ તો ક્રિકેટરથી નેતા બન્યા તેજસ્વી પહેલા પણ ચર્ચામાં રહી ચુક્યા છે.
નવમુ પાસ લાલૂના તેજસ્વીની સંપત્તિ કરોડોમા...
તેજસ્વી યાદવનો જન્મ 9 નવેમ્બર 1989માં પટનામાં થયો. તેજસ્વી આ વખતે રાઘોપુર સીટ પરથી કેંડિડેટ છે. નૉમિનેશન સાથે જે એફિડેવિટ તેમને આપવામાં આવ્યુ તેના મુજબ તેજસ્વીએ ખુદને નોન મેટ્રિક બતાવ્યા છે. ઈલેક્શન કમીશનને આપેલ એફિડેવિટમાં તેજસ્વીએ દિલ્હીના ડીપીએસ શાળામાંથી 9મા સુધીનો અભ્યાસ પુર્ણ કરવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પોતાની કુલ સંપત્તિ લગભગ એક કરોડ ચાલીસ લાખ રૂપિયા બતાવી છે. જોકે થોડા વર્ષ પહેલા તેમણે એક ઈંટરવ્યુમાં જણાવ્યુ હતુ કે તેઓ પોતાનો ઈંટરનો અભ્યાસ પુરો કરી રહ્યા છે.
ક્રિકેટમાં રહ્યા નિષ્ફળ - પૉલિટ્ક્સમાં આવતા પહેલા તેજસ્વી ક્રિકેટ રમતા હતા અને ઘરેલુ ક્રિકેટમાં ઝારખંડ ટીમમાં સમાવેશ હતો. આ ઉપરાંત તેજસ્વી આઈપીએલમાં દિલ્હી ડેયરડેવિલ્સ ટીમના મેંબર રહી ચુક્યા છે. તેજસ્વી 2008, 2009, 2011 અને 2012માં આઈપીએલની દિલ્હી ટીમના મેંબર હતા. પણ તેની કોઈ મેચમાં રમવાની તક નહી મળી. 2014 માં થયેલ લોકસભા ચૂંટણીમાં તેજસ્વીએ ચૂંટણી ન લડી પણ સંપૂર્ણ રીતે પોલીટિક્સમાં સક્રિય થઈ ગયો અને ક્રિકેટ રમવાનુ છોડી દીધુ. તેઓ વિધાનસભા 2015ની બિહાર ચૂંટણી દરમિયાન મીડિયા પર ખૂબ એક્ટિવ થઈ ગયા હતા.