પતંજલિ પ્રોડક્ટ્સ વિરુદ્ધ મુસ્લિમ સંગઠનનો ફતવો

ramdev ghee
ચેન્‍નાઇ| Last Modified બુધવાર, 30 ડિસેમ્બર 2015 (11:36 IST)

તમિળનાડુના મુસ્‍લિમ સંગઠને બાબા રામદેવની પતંજલિ પ્રોડક્‍ટસ વિરૂદ્ધ ફતવો જારી કર્યો છે. ફતવામાં જણાવ્‍યું છે કે ગૌમૂત્ર ઈસ્‍લામમાં હરામ છે અને પતંજલિના ઉત્‍પાદનોમાં તેનો ઉપયોગ થાય છે.


તમિળનાડુ તૌહિદ જમાત (ટીએનટીજે)એ પતંજલિની કોસ્‍મેટિક્‍સ, મેડિસિન અને અન્‍ય ફૂડ પ્રોડક્‍ટસ અંગે ફતવો જારી કર્યો છે અને કહ્યું છે કે બધા જ મુસ્‍લિમોએ પતંજલિની બનાવટોના ઉપયોગથી દૂર રહેવું જોઈએ. જાણકારી ન હોવાથી અનેક લોકો તેનો ઉપયોગ કરે છે.પતંજલિ આયુર્વેદ સાબુ, શેમ્‍પૂ, પેસ્‍ટ, મંજન, ક્રિમ, બિસ્‍કિટ, ઘી, જયૂસ, મધ, આટા, તેલ, મસાલા, ખાંડ અને આટા નુડલ્‍સ જેવી 350 ચીજવસ્‍તુઓની ઉત્‍પાદન કરે છે


આ સંગઠને એક જાહેરાત બહાર પાડીને જણાવ્‍યું છે કે, મુસ્‍લિમોની માન્‍યતા મુજબ ગાયનું મૂત્ર હરામ છે જેનો પ્રયોગ થવો ન જોઇએ તેથી ટીએનટીજે ફતવો બહાર પાડે છે કે પતંજલિની પ્રોડકટ હરામ છે.


તેમાં જણાવાયું છે કે, ફતવો એ સુનિヘતિ કરવા માટે જારી થઇ રહ્યો છે કે આ પ્રકારની પ્રોડકટ મુસ્‍લિમ ઉપયોગમાં ન લ્‍યે.


આ પણ વાંચો :