શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (16:53 IST)

#Uriattack - હવે ભારત શુ કરશે ? પૂર્વ જનરલોના વિચાર અને ભારત પાસે વિકલ્પ

ભારત પ્રશાસિત જમ્મુ કાશ્મીરના ઉડી સેક્ટરમાં રવિવારે ચાર બંદૂકધારીઓએ સેનાના કૈપ પર હુમલામાં 18 સૈનિક માર્યા ગયા. મોદી સરકાર પર સેના તરફથી પાકિસ્તાનને કડક જવાબ આપવાનુ દબાણ વધી રહ્યુ છે. 
 
આ હુમલાના થોડી વાર પછી જ પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદીએ કહ્યુ હતુ, "હુ દેશને આશ્વાસન આપુ છુ કે આ ધૃણાસ્પદ હુમલા પાછળ જેનો પણ હાથ હશે તેને સજા જરૂર મળશે. " 
 
જો કે મોદીએ પાકિસ્તાનનુ નામ તો નથી લીધુ પણ હુમલા પછી તેમની પ્રતિક્રિયાએ એ લોકોને પ્રોત્સાહિત કર્યા જે ઈચ્છે છે કે ભારતીય સેના પાકિસ્તાનને જવાબ આપે. જેના પર વરિષ્ઠ ભારતીય નેતાઓએ હુમલાવરોની મદદનો આરોપ લગાવ્યો છે. 
 
પાકિસ્તાને એ આરોપોનુ ખંડન કર્યુ છે જેમા ભારતની પ્રતિક્રિયાને દરેક એવી ઘટના પછી થનારી સ્વભાવિક પ્રતિક્રિયા કહેતા નકારી  છે.  હાલ કોઈ ચરમપંથી ગુટે આ હુમલાની જવાબદારી લીધી નથી.  પણ એવુ લાગે છે કે સેના ઉડી હુમલાનો જવાબ આપવા માટે હચમચી રહી છે. પોતાની ઈજ્જત બચાવવા માટે તે માર્યા ગયેલા 18 સૈનિકોથી વધુ સૈનિકોને મારવા ઈચ્છે છે. એવુ કોઈપણ પગલુ આ બે પરમાણુ હથિયાર સંપન્ન પડોશીઓ વચ્ચે તણાવ વધારશે.
 
ભારતના રક્ષા રણનીતિકારોનુ અગાઉથી જ માનવુ છે કે ભારત પરમાણુ હથિયારોના ઉપયોગ સિવાય પાકિસ્તાનને સબક શિખવાડવા તેમના પર હુમલો કરી શકે છે. 
 
ભારત તરફથી રક્ષા નીતિ બનાવનારા આ લોકોનો વિચાર છેકે એવો વિકલ્પ છે કે ભારત સામરિક દ્રષ્ટિએ મહત્વપુર્ણ જલ્દી સૈન્ય કાર્યવાહી કરી શકે છે અને તેનાથી રાજનીતિક ફાયદો ઉઠાવી શકે છે. એ પણ એવુ માને છે કે ત્યા સુધી આંતરરાષ્ટ્રીય સમુદાય દખલ આપશે જેથી સૈન્ય કાર્યવાહી પુરી રીતે પરમાણુ યુદ્ધનુ રૂપ ન લઈ લે. 
 
પણ જો એવી કાર્યવાહી કરવી હો તો એ સ્પીડી એક્શન થવી જોઈએ અને ઉડી ઘટનાના 24 કલક વીતી ગયા પછી તેની શક્યતા ઓછી જ જોવા મળી રહી છે. 
 
સુરક્ષા સાથે જોડાયેલા લોકોનુ માનવુ છે કે સેનાના એ લોકો જે આક્રમક વલણ ઈચ્છે છે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનુ પાકિસ્તાન સાથે આક્રમક રૂપે જવાબ આપવાનો નજરિયો પ્રોત્સાહિત કરી રહ્યો છે. પણ સીમા પર તણાવને જોતા આ બુદ્ધિમતાપૂર્ણ નજરિયો નથી. 
 
સેવાનિવૃત્ત લેફ્ટિનેટ જનરલ વિજય કપૂર કહે છે કે "આ સમય આપણે આ પ્રકારના હુમલાનો જવાબ આપીને પાકિસ્તાન સાથે સામરિક પુરાવો છીનવે શકે છે. તેને એ બતાવી શકે છે કે ભારતીય સેના શુ  કરવામાં સક્ષમ છે." 
 
તેઓ કહે છે, "આપણે ઘણો સમય સુધી શાંતિ કાયમ રાખી છે. પણ આપણે પાકિસ્તાની સેનાના સમર્થિત ચરમપંથીયોને પોતાના પર હાવી થવા દેવા અને હુમલો કરવા નથી દઈ શકતા." 
 
પૂર્વ ઉપ સેના પ્રમુખ લેફ્ટિનેટ જનરલ રાજ કાદિયાન કહે છે, "ઉડી હુમલાની પ્રતિક્રિયા ચોક્કસ જ સખત હોવી જોઈએ." 
 
જો કે વરિષ્ઠ સૈન્ય અધિકારી આ વાત પર સહમત છે કે ભારત સુનિયોજીત પ્રતિક્રિયા માટે જે સમય અને સ્થળ પસંદ કરે છે તે પ્રભાવશાળી અને ઉડી હુમલા પછી આવેલ લોકોની પ્રતિક્રિયા અને અધિકારિક ભાવનાઓના સરેરાશમાં હોવી જોઈએ. 
 
સૈન્ય વિશેષજ્ઞોની દલીલ છેકે ઉડી હુમલાના બદલામાં થનારી કોઈપણ પ્રતિક્રિયા જલ્દી કરવાની  જરૂર છે. અમેરિકા જેવા દેશો તરફથી બનાવવામાં આવેલ રાજનીતિક દબ આણ આ પ્રકારના વિકલ્પને જુદો કરે છે કે આ દાવ માટે ખૂબ ઓછો સમય આપે છે. 
 
ભારત પાસે વિકલ્પ ખૂબ સિમિત છે. પ્રત્યક્ષ વિકલ્પ છે કે સંપૂર્ણ રીતે નિયંત્રણ રેખા (એલઓસી) પર ગોળીબાર થાય પણ તેનુ પરિણામ એ થશે કે 2003માં થયેલ દ્વિપક્ષીય યુદ્ધવિરામની સમજૂતીનો અંત આવશે. 
 
બીજી શક્યતા એ હોઈ શકે છે કે ઉડીના નિકટ નિયંત્રણ સીમા પર વિશેષ અડ્ડાઓ પર ગોળીબાર કરવામાં આવે. જે માટે ચરમપંથી ભારતની સીમા દાખલ થઈને કથિત રૂપે પાકિસ્તાનના બતાવેલ અડ્ડાઓ પર હુમલો કરે છે. 
 
પણ અન્ય વિશ્લેષક અને સૈન્ય અધિકારી આનાથી જુદા વિચાર ધરાવે છે. તેમનુ માનવુ છે કે ખૂબ છંછેડ્યા પછી પાકિસ્તાનના પરમાણુ શક્તિ સંપન્ન શાસક ભારતને ચેતાવણી આપતા રહે છે. જો કે તેઓ સૈન્યના રૂપમાં જવાબ આપવામાં સક્ષમ છે. 
 
સેવાનિવૃત્ત મેજર જનરલ શેરુ થપલિયાલ કહે છે, "દસકાથી ભારત પાકિસ્તાનને સબક શિખવાડવા માટે અમેરિકા અને અન્ય દેશો તરફ જોતો રહ્યો છે જ્યારે કે તે પોતે પણ આવુ કરવા માટે સક્ષમ છે. 
 
ઉડી હુમલો ન્યૂયોર્કમાં થનારા સંયુક્ત રાષ્ટ્રના સંમેલન પહેલા થયો છે. જેમા પાકિસ્તાન ભારત પ્રશાસિત કાશ્મીરમાં સુરક્ષા બળોના કથિત અત્યાચારની વાત ઉઠાવવાની કોશિશ કરશે. તાજેતરમાં જ તેણે કાશ્મીરની પરિસ્થિતિ અંગે દુનિયાને જાણ કરાવવા માટે પોતાના 22 વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓને રવાના કર્યા હતા. જેના જવાબમાં ભારતે  પાકિસ્તાનના તણાવગ્રસ્ત બલૂચિસ્તાનમાં માનવાધિકારોના ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો. 
 
આ દરમિયાન હુમલાના શોરગુલમાં એલઓસી પાસે આવેલ ઉડીની સૈન્ય છાવણી પર હુમલા દરમિયાન સુરક્ષા ચૂકની વાત ધ્યાનબહાર થઈ ગઈ જેના કારણે હુમલો સરળ બન્યો. 
 
આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ વાતમાં શંકા નથી કે જવાબદારી નક્કી કરવામાં આવે અને જવાબદાર લોકોને દંડ આપવામાં આવે. પણ અનેક વરિષ્ઠ અધિકારીઓનુ માનવુ છે કે સેનાને જ આંતરિક સુરક્ષાના અભિયાન પર ગંભીરતાથી ગોઠવવામાં આવશે.  જે હંમેશા સજાગ રહે.  આ એ સુરક્ષામાં ચૂકની યાદ અપાવે છે જેને કારણે ગયા વર્ષે મણિપુરમાં સેનાની તંબૂ પર ઘાત લગાવીને હુમલો થયો.  એવુ લાગે છે કે તેના પરથી કોઈ સબક લેવામાં આવ્યો નથી.