1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2016 (15:11 IST)

જાણો શુ છે સર્જીકલ સ્ટ્રાઈક ? ભારત મ્યાંમારમાં પણ કરી ચુક્યુ છે આ પ્રકારનુ ઓપરેશન

ભારતે ગઈકાલે રાત્રે નિંયંત્રણ રેખા પાર આવેલ આતંકી શિબિરો પર સર્જીકલ હુમલામાં લગભગ 35 આતંકવાદીઓને ઠાર કર્યા. સેના દ્વારા આતંકવાદીઓ પર અચાનક કરવામાં આવેલ આ કાર્યવાહીની જાહેરાત સૈન્ય અભિયાન મહાનિદેશક લેફ્ટિનેટ જનરલ રણવીર સિંજે સંવાદદાતા સંમેલનમાં કરી. 
 
સર્જીકલ સ્ટ્રાઈક શુ છે ? 
 
કોઈપણ સીમિત ક્ષેત્રમાં સેના જ્યારે દુશ્મનો અને આતંકવાદીઓને નુકશાન પહોંચાડવા અને તેમને ઠાર કરવા માટે સૈન્ય કાર્યવાહી કરે છે તેને સર્જિકલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. સર્જિકલ સ્ટ્રાઈક પહેલા એ સ્થાનની લગતી સાચી માહિતી એકત્ર કરવામાં આવે છે. જ્યા આ ઓપરેશન કરવાનુ હોય છે. ત્યારબાદ સમય નક્કી કરવામાં આવે છે કે સર્જિકલ સ્ટ્રાઈક ક્યારે કરવાની છે.  આ અભિયાનની માહિતી ખૂબ જ ગુપ્ત રાખવામાં આવે છે. જેની સૂચના ફક્ત પસંદગીના લોકોને જ હોય છે. 
 
આ વાતનુ રાખવામાં આવે છે વિશેષ ધ્યાન 
 
સર્જિકલ સ્ટ્રાઈકમાં આ વાતનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે કે જે સ્થાન કે વિસ્તારમાં આતંકવાદી કે દુશ્મન સંતાયા છે ફક્ત એ જ સ્થાનને નિશાન બનાવવામાં આવે કે પછી સ્ટ્રાઈક કરવામાં આવે અને તેનાથી બાકી લોકોને કે નાગરિકોને કોઈપણ પ્રકારનુ નુકશાન ન પહોંચે.  ભારતીય સેનાએ જે સર્જિકલ સ્ટ્રાઈક કર્યુ તેમા પણ આ વાતનુ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે અને આતંકી અડ્ડાઓ અને આતંકવાદીઓને ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યુ છે. 
 
મ્યાંમારમાં કર્યુ હતુ સર્જીકલ સ્ટ્રાઈક 
 
ગયા વર્ષે જૂનમાં પણ ભારતીય સેનાએ મ્યાંમાર સેનામાં દાખલ થઈને પૂર્વોત્તરમાં સક્રિય ઉગ્રવાદી ગુટ એનએસસીએનના શિબિરોને નિશાન બનાવ્યા હતા. સૂત્રો મુજબ સેનાની 12 પૈરાએ આંતરરાષ્ટ્રીય સીમા પર પિલર 151ની પાસે ચેન મોહો ગામની પાસેથી મ્યાંમરમાં પ્રવેશ કર્યો. હુમલામાં સેનાએ અનેક ઉગ્રવાદીઓને ઠાર કર્યા હતા.