યોગી આદિત્યનાથ ભાજપાના દિગ્વિજય સિંહ છે - અનુપમ ખેર

નવી દિલ્હી.| Last Modified ગુરુવાર, 5 નવેમ્બર 2015 (12:07 IST)
રાજકારણીય હવામાં રાજનેતા હોય કે અભિનેતા જોરદાર નિવેદનોના તીર ચાલી રહ્યા છે. ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે ભાજપા નેતા અને સાંસદ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે તેઓ છે. યોગી આદિત્યનાથે શાહરૂખના નિવેદન પર કહ્યુ હતુ કે તેમની અને હાફિજ સઈદની ભાષામાં કોઈ અંતર નથી.

અનુપમ ખેરે કહ્યુ કે તાજેતરમાં જ ઘટનાઓને જે રીતે વધારી ચઢાવીને રજુ કરવામાં આવી રહી છે તે દેશના સામાજીક તાણા બાણા માટે સંકટ બની ચુકી છે. પીએમ મોદીને કારણ વગર નિશાના પર લેવામાં આવી રહ્યા છે. દેશમા પહેલા પણ અનેક આવી ઘટનાઓ થઈ ચુકી છે પણ જે રીતે બૌદ્ધિક સમાજનો એક ભાગ સરકારનું અપમાન કરી રહ્યો છે એ રાજનીતિથી પ્રેરિત છે.

અનુપમ ખેરની આગેવાનીમાં ફિલ્મ જગત અને સાહિત્ય જગરની હસ્તિયો સાત નવેમ્બરના રોજ સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરશે જેમા સરકાર વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલ અભિયાનને તેઓ લોકો સમક્ષ રજુ કરશે.

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનના અસહિષ્ણુતાના વિરુદ્ધ નિવેદનથી રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો.


આ પણ વાંચો :