Last Modified: ભોપાલ , શુક્રવાર, 23 ઑગસ્ટ 2013 (17:57 IST)
દિગ્ગી બોલ્યા, 'મોદી તો હિટલર છે'
.
P.R
મધ્યપ્રદેશના પૂવ મુખ્યમંત્રી અને કોંગેસના રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજય સિંહે એકવાર ફરી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો બોલતા તેમની તુલના હિટલર સાથે કરી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સંવાદદાતાઓ સાથે ચર્ચા કરતા દિગ્વિજય સિંહે કહ્યુ કે મોદીને ક્યારેક વિવેકાનંદ તો ક્યારેક બાળ ગંગાધર તિળકનો અવતાર બતાવાય રહ્યા છે. મહિમામંડળનો સમય ચાલી રહ્યો છે. ફાંસીવાદી લોકો આ રીતે પોતાનો મહિમા લોકમુખેથી કરાવે છે. તેમણે વધુમાં કહ્યુ કે હિટલરની આત્મકથા વાંચશો તો જાણ થશે કે તેમણે પોતાની મહિમા ખુદ કરી હતી. એ જ રીતે મોદી પણ પોતાના ગુણગાન કરી રહ્યા છે.
તેમણે કહ્યુ કે ભાજપામાં આ સ્થિતિ ફક્ત મોદી સાથે જ નહી પરંતુ મધ્યપ્રદેશના શિવરાજ સિંહ ચૌહાણ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી રમન સિંહની પણ આ જ સ્થિતિ છે. આ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ્પોતાની સ્થિતિ આવી જ બનાવી રાખી છે.
ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી મોદીના સમર્થનને લઈને રજૂ એક જાહેરાત માં તેમનો અવાજ ન હોવા સંબંધે તેમણે કહ્યુ કે 'હુ તો પહેલાથી જ કહેતો આવ્યો છુ કે બાબા રામદેવથી લઈને બાબા મોદી સુધી બધા જ ફ્રોડ છે.'
તેમણે અયોધ્યામાં ભાજપાની 84 ક્રોસની યાત્રાને લઈને સનાતન ધર્મ વિપરિત બતાવતા કહ્યુ ક ભાજપાને ભગવાન રામ અને રામ મંદિર નિર્માણ સાથે કોઈ લેવા દેવા નથી. ભાજપાએ પહેલા પણ રામના નામનો દુરુપયોગ કર્યો અને હજુ પણ તેઓ તેમના નામ પર રાજનીતિ કરી રહ્યા છે.