ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

નેનો ત્રીજી માર્ચે લોન્ચ

રૂ.1593નાં માસિક હપ્તે ગાડી!

જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, તે ટાટા નેનો ગાડી આગામી ત્રીજી માર્ચે લોન્ચ થઈ રહી છે. ત્રણ અલગ અલગ મોડલોમાં રજુ થનારી નેનો માટે લોકો કાકડોળે રાહ જોઈ રહ્યાં છે. તેમજ સામાન્ય લોકોની ગાડી તરીકે ઓળખાતી નેનોને સામાન્ય લોકો ખરીદી શકે તે માટે લોન પણ સરળ રાખવામાં આવી છે.

એક લાખ રૂપિયાની ટાટા નેનો ભારતીય ઓટોમોબાઈલ જગતમાં ક્રાંતિ લાવશે, તેવી આશા છે. ઓટો શોમાં રજુ થયા બાદથી તે ચર્ચામાં છે. તેમાં મમતા બેનરજીએ નેનોનાં સિંગુર પ્લાન્ટ સામે વિરોધ નોંધાવતાં તેને ગુજરાતનાં સાણંદ ખાતે ખસેડવામાં આવી હતી.

રવિવારે નેનો અજમેરનાં ખ્વાજાની દરગાહમાં લઈ જવામાં આવી હતી. જેમાં તેનાં લોન્ચીંગની સફળતા માટે દુઆ માંગવામાં આવી હતી. હાલ નેનોનું ઉત્પાદન પૂણે અને પંતનગરનાં પ્લાન્ટમાંથી કરવામાં આવશે. ત્યારબાદ વર્ષનાં અંત સુધીમાં તે સાણંદનાં પ્લાન્ટ ખાતેથી ઉત્પાદન શરૂ કરશે.

શરૂઆતમાં નેનો પેટ્રોલ વર્ઝનમાં રજુ થશે. ત્યારબાદ તેને ગેસ અને ડિઝલ વર્ઝન પણ રજુ થશે. આ ઉપરાંત, તેમાં 600 સીસીનું એન્જિન હશે. જે પાછળથી બાજુએ લાગેલું રહેશે. સામાન આગળની ડેકીમાં મુકાશે. તો કંપની લોનની સુવિદ્યા પણ આપશે. જેમાં રૂ.1593નાં માસિક હપ્તે નેનોને ખરીદી શકાશે. પાંચ વર્ષ સુધીનાં હપ્તા કોઈપણ મધ્યવર્ગીય માણસને પરવળે તેમ છે.

નેનો વિશે એવું કહેવાય છે કે ભારતીય માર્ગો નેનોથી ભરાઈ જશે. અને, દરેકનાં ઘરની બહાર નેનો હશે. મધ્યવર્ગની ગાડી ખરીદવાની ઈચ્છા નેનોમાં પુરી થશે, તેવી સંભાવના છે.