ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: પટણા , બુધવાર, 25 માર્ચ 2009 (10:39 IST)

નેનો માટે ટાટા વિરૂધ્ધ કેસ !

ચૂંટણી પહેલા વિશ્વની સૌથી સસ્તી કાર નેનો લોંચ કરવા બદલ તાતા ગ્રુપના ચેરમેન રતન તાતા સામે નારાજ થઈને બિહારમાં એક વકીલે કોર્ટમાં કેસ કર્યો છે.

આ મામલે એવો આક્ષેપ કરાયો છે કે, નેનો કાર લોંચ થવાથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં ફાયદો થશે. આ મામલાથી રાજકીય વર્તુળોમાં નવી ગરમી જાગી છે. અત્રે નાધનીય છે કે, નેનો કાર ગઈકાલે ધડાકા સાથે લોંચ કરવામાં આવી હતી.

પટણા હાઇકોર્ટના મહિલા વકીલ શ્રૃતિસિંહે અત્રે ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ દાખલ કરીને જણાવ્યુ છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટાનો પ્લાન્ટ જયારે પ.બંગાળના સિંગુર ખાતેથી ગુજરાતમાં ખસેડાયો ત્યારે જમીન ફાળવી હતી અને અન્ય મદદ પણ કરી હતી.

શ્રૃતિસિંહના મત અનુસાર નેનોને ચૂંટણી પૂર્વે લાચ કરવાથી તેનો આડકતરો લાભ નરેન્દ્ર મોદીને મળશે. તેનાથી મતદારો પ્રભાવિત થશે. આમ આ કાર્ય આચારસંહિતાના ભંગ સમાન છે માટે રતન તાતા સમક્ષ કોર્ટે આચારસંહિતા ભંગની કાર્યવાહી કરવી જોઇએ તેવી તેમણે માંગ કરી છે.