અમન નું વમન!

અલ્કેશ વ્યાસ|


'માણસાઇ'નું આ મતલબી દુનિયાથી આજે થયું છે બસ 'પરલોક ગમન' ;
કારણ કે પોતાના જ 'સ્વાર્થ' પાછળ દર કોઇ કરવા માગે છે બસ 'દમન'!
અને સુનસાન, વીરાન બની ગયું છે આ સંસાર, જેમ કે ઉજડાયેલું 'ચમન'
કારણ કે ફકત પોતાના 'રમન' ખાતર એક માણસ પણ ભૂલ્યો છે 'નમન'!
છતાં પણ આજે મળતું નથી ચેન-આરામ, કોઇ સુખ કે પછી બસ 'અમન'...
કારણ કે સ્વાર્થ અને બુરાઇના આ દોરમાં આજે થયું છે 'અમન' નું 'વમન'!


આ પણ વાંચો :